GU/700622 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણને તે કુતુહુલ-વાળી આંખોથી જોવાનો પ્રયત્ન કરો - 'કૃષ્ણ ક્યાં છે? અહીં... કૃષ્ણ તમારા હૃદયની અંદર છે. ઈશ્વર: સર્વ ભૂતાનામ (ભ.ગી. ૧૮.૬૧). તેઓ અણુમાં છે. તેઓ સર્વત્ર છે. તો સેવા દ્વારા, આપણે તેનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ. અતઃ શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેદ ગ્રાહ્યમ ઇન્દ્રિયૈઃ (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). જો આપણે કૃષ્ણના દર્શન કરવા છે, કૃષ્ણને સ્પર્શ કરવા છે, જો આ આપણી ભૌતિક ઇન્દ્રિયો દ્વારા, તે શક્ય નથી. આ ઇન્દ્રિયોને શુદ્ધ કરવી પડે. તે કેવી રીતે શુદ્ધ થાય છે? સેવોન્મુખે હી જિહવાદો: સેવા દ્વારા. અને આ સેવાની શરૂઆત ક્યાંથી થાય છે? સેવા શરુ થાય છે જિહવાદો, જીભથી. તે સેવા જીભથી પ્રારંભ થાય છે. તમે જપ કરો. તેથી અમે તમને માળા આપીએ છીએ જપ કરવા માટે. તે સેવાનો પ્રારંભ છે: જપ કરવો. જો તમે જપ કરશો, ત્યારે સ્વયં એવ સ્ફુરતી અદ:. કૃષ્ણનું નામ સાંભળીને, તમે કૃષ્ણના રૂપને સમજશો, તમે કૃષ્ણના ગુણને સમજશો, તમે કૃષ્ણની લીલાઓને સમજશો, તેમના સર્વ-સામર્થ્યને સમજશો. બધું પ્રકાશિત થશે."
700622 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ