GU/700702b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે કૃષ્ણ ભાવનામૃતને પકડીને રાખશો, તેમાં કોઈ પણ ખાનગી વસ્તુ નથી, કોઈ પણ દ્વંદ્વ નથી, કોઈ પણ કૂટનીતિ નથી. એક જ વાત, કૃષ્ણ: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ... તે તમને સંતુષ્ટ બનાવશે. યયાત્મા સુપ્રસીદતિ. જો તમને વાસ્તવમાં સુખ જોઈએ છે, તો તમે આ કૃષ્ણ ભાવનામૃતના વિષયોને પકડીને રાખો. બીજી કોઈ પણ વાત વચ્ચે લાવો નહીં. પછી તે બની જાશે ગૃહેશુ ગૃહ-મેધીનામ અપશ્યતામ આત્મ-તત્ત્વમ (શ્રી.ભા. ૨.૧.૨). તો વિશેષ કરીને હું મારા સંન્યાસી શિષ્યોને કહું છું, જેઓ આજે એક મહાન ઉદેશ્ય સાથે બહાર જઈ રહ્યા છે. કૃપા કરીને આ સિદ્ધાંતને પકડીને રાખો - એક - કૃષ્ણ. તમને લાભ થશે, અને જે વ્યક્તિઓ સાથે તમે વાત કરશો, તેમને લાભ થશે, દુનિયાને લાભ થશે. તો તમારી પાસે મહાન જવાબદારી છે. ગૃહમેધિની વાતોમાં આવીને તેને તોડી ન નાખો. તે મારી વિનંતી છે."
700702 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧-૪ - આંશિક રેકોર્ડિંગ - લોસ એંજલિસ