"આધુનિક સભ્યતા દોષપૂર્ણ છે. તેઓ જાણતા નથી કેવી રીતે સમાજનું પાલન કરવું. તેથી કોઈ શાંતિ નથી. વિશેષ કરીને મગજ અથવા જ્ઞાનની અછત છે. પાગલપન. જેમ કે આખા શરીરમાં, માથું સૌથી મુખ્ય અંગ છે. જો તમે તમારા હાથને કાપી દેશો, તમે જીવી શકો છો, પણ જો તમે તમારા માથાને કાપી નાખશો, તો તમે જીવી ન શકો. આખી વસ્તુ જતી રહે છે. તેવી જ રીતે, વર્તમાન સમયે સમાજ મગજ વગરનો છે, એક મૃતદેહ, અથવા માથું-ફાટેલું છે, ગાંડુ. માથું છે, પણ અર્થહીન અક્કલ વગરનું માથું. અક્કલ વગરનું માથું. અક્કલ વગરનું માથાનું શું કામ છે તેથી એવા વર્ગનું નિર્માણ કરવું કે જે મગજ અને માથાના રૂપમાં કાર્ય કરે તેની ખૂબ જ જરૂર છે. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે."
|