GU/700705 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
બાર મહિના હોય છે, પણ આપણે ચોવીસ મોટા ઉત્સવો હોય છે..., આ રથયાત્રા ઉત્સવ જેટલા જ મોટા. તો જો તમે કૃપા કરીને તેમને ગ્રહણ કરશો, તો ભગવાન ચૈતન્ય દ્વારા અપાયેલી શિક્ષા પ્રમાણે, કીર્તનીય સદા હરિ: (ચૈ.ચ. આદિ ૧૭.૩૧), તમે હમેશા કૃષ્ણ ભાવનાભાવિત રહેશો, અને તમારી હતાશા અને ગૂંચવણનો કોઈ અવકાશ નહીં રહે. આ હેતુ માટે ખાસ કરીને હું આ સભામાં આવ્યો છું, કે તમે કૃપા કરીને આનો સ્વીકાર કરો, મારા કહેવાનો મતલબ, વિનમ્ર શિક્ષા કે તમે જ્યાં પણ હોવ, જે પણ સ્થિતિમાં, જે પણ અવસ્થામાં, તમે કૃપા કરીને આ સોળ નામોનો જપ કરો (દરેક વ્યક્તિ કીર્તન કરે છે), હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે /હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. ફરીથી કીર્તન કરો: હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે /હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. |
700705 - ભાષણ રથયાત્રા મહોત્સવ - સાન ફ્રાન્સિસ્કો |