"કૃષ્ણ સાથેનો આપણો વાસ્તવિક સંબંધ આપણે ભૂલી ગયા છીએ; તેથી કૃષ્ણ ક્યારેક વ્યક્તિગત રીતે આવે છે, જેમ કૃષ્ણ આવ્યા હતા, અને તેઓ શીખવાડે છે. કૃષ્ણ સાથેના આપણા સંબંધો વિશે આપણને યાદ કરાવવા ભગવાન ભગવદ્ ગીતાને તેમની પાછળ મૂકીને જાય છે, અને તેઓ વિનંતી કરે છે કે "કૃપા કરીને ડુક્કર તરીકેના તમારા બકવાસ બધા જ કાર્યોને છોડી દો. કૃપા કરીને મારી પાસે પાછા આવો; હું તમને રક્ષણ આપીશ," સર્વ-ધર્માન પરિત્યજ્ય (ભ.ગી. ૧૮.૬૬). તે કૃષ્ણનું કાર્ય છે, કારણ કે કૃષ્ણ એ તમામ જીવોના પિતા છે. તેઓ ખુશ નથી કે આ તમામ જીવો આ ભૌતિક જગતમાં ડુક્કરની માફક સડી રહ્યા છે. તેથી તે તેમનું કાર્ય છે. તેઓ કેટલીકવાર વ્યક્તિગત રીતે આવે છે; તેઓ તેમના પ્રતિનિધિને મોકલે છે, તેઓ તેમના પુત્રને મોકલે છે, જેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તેઓ દાવો કરે છે કે તેઓ પુત્ર છે. આ ખરેખર શક્ય છે, કે... દરેક જણ પુત્ર છે, પરંતુ આ પુત્રનો અર્થ એક ખાસ પ્રિય પુત્ર છે જેને એક ચોક્કસ સ્થળે મોકલવામાં આવે છે જેથી તે લોકોને પાછા ભગવદ્ ધામ લાવી શકે."
|