GU/701227 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે ભોગ કરીએ છીએ. આ ભૌતિક કાર્યો શું છે? તેઓ આનંદ માણી રહ્યા છે. આ ભૌતિક, આ ઘર, "મારે ખૂબ સરસ ઘર, ગગનચુંબી ઇમારત છે." તો હું ભોગ કરું છું. પરંતુ મેં આ બધા લોખંડ, લાકડું, પૃથ્વી, ઇંટો, અને આ બધી પાંચ ભૌતિક વસ્તુઓ પસંદ કરી છે; હું પૃથ્વીને લઈશ અને પાણી સાથે ભેળવીશ, હું તેને અગ્નિથી સૂકવીશ, તો ઇંટ બની જશે. તે જ રીતે, સિમેન્ટ બનાવવામાં આવે છે. પછી આપણે ભેગું કરીશું અને ખૂબ સરસ ઘર બનાવીશું, અને મને લાગે છે કે, "હું આનંદ કરી રહ્યો છું. હું આનંદ કરી રહ્યો છું." હું આનંદ નથી કરી રહ્યો; હું મારી શક્તિ બગાડી રહ્યો છું, બસ. આ ઘટકો પ્રકૃતિ દ્વારા પૂરા પાડવામાં આવે છે, પ્રકૃતે: ક્રિયમાણાની. પ્રકૃતિ, એક અર્થમાં પ્રકૃતિ તમને મદદ કરે છે, અને તમે વિચારી રહ્યા છો, અથવા હું વિચારી રહ્યો છું કે હું આનંદ કરું છું ".
701227 - ભાષણ - સુરત‎