"તો કૃષ્ણ ઉચ્ચ શક્તિને નિમ્ન શક્તિ અને નિમ્ન શક્તિને ઉચ્ચ શક્તિમાં બદલી શકે છે. તે તેમની સર્વશક્તિમત્તા છે. જ્યારે કૃષ્ણ આ ભૌતિક વિશ્વમાં અવતરિત થાય છે, જોકે માયાવાદી તત્વજ્ઞાનીઓ અનુસાર તેઓ કહેવાતા ભૌતિક શરીરનું ધારણ કરે છે, તે ભૌતિક નથી. તેઓ તેને આધ્યાત્મિકમાં પરિવર્તિત કરી શકે છે. તે જ તેમની સર્વશક્તિમત્તા છે. સંભવામી આત્મ-માયયા (ભ.ગી. ૪.૬). વિદ્યુત ઇજનેરની જેમ, તે જ વિદ્યુત ઊર્જા, તે તેનો ઉપયોગ રેફ્રિજરેટર માટે કરી શકે છે અને તે હીટર માટે પણ તેનો ઉપયોગ કરી શકે છે. તે તેનો કુશળ વ્યવહાર છે. એ જ રીતે, કૃષ્ણ, તેમના કૃષ્ણ ભાવનામૃત આંદોલન દ્વારા, તેઓ આ ભૌતિક વિશ્વને ફક્ત ચેતનામાં ફેરફાર કરીને આધ્યાત્મિક વિશ્વમાં ફેરવી શકે છે. તે તેમની શક્તિમાં છે."
|