GU/710806 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે આપણા પ્રણામ અર્પણ કરીએ છીએ તેજો-વારી-મૃદામ વિનિમય:ના કામચલાઉ પ્રાકટ્યને (શ્રી.ભા. ૧.૧.૧). તેજ: મતલબ અગ્નિ, વારી મતલબ પાણી, અને મૃત મતલબ પૃથ્વી. તો તમે પૃથ્વી લો, પાણી સાથે મિશ્રિત કરો, અને તેને અગ્નિમાં મૂકો. પછી તેને ખાંડો, તો તે ખલ અને ઈંટ બને છે, અને તમે એક મોટું ગગનચુંબી મકાન બનાવો છો અને ત્યાં પ્રણામ કરો છો. હા. 'ઓહ, આટલું મોટું ઘર, મારુ'. ત્રિસર્ગો અમૃષ. પણ બીજું સ્થળ છે: ધામ્ના સ્વેન નિરસ્ત કુહકમ. આપણે અહી પ્રણામ કરીએ છીએ ઈંટ, પથ્થર, લોખંડને. જેમ કે તમારા દેશમાં વિશેષ કરીને - બધા જ પાશ્ચાત્ય દેશોમાં - ઘણા બધા પૂતળાઓ છે. તે જ વસ્તુ, તેજો વારી મૃદામ વિનિમય: પણ જ્યારે આપણે અર્ચવિગ્રહની સ્થાપના કરીએ છીએ, વાસ્તવમાં રૂપ, કૃષ્ણનું શાશ્વત રૂપ, કોઈ પણ પ્રણામ નથી કરતું. તેઓ મૃત વસ્તુને પ્રણામ કરવા જશે. જેમ કે બ્રિટિશ મ્યુઝિયમ."
710806 - ભાષણ શ્રી.ભા. ૧.૧.૧ - લંડન