GU/710829 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
પ્રભુપાદ: કૃષ્ણને કૃત્રિમ રીતે જોવાનો પ્રયત્ન ના કરો. વિરહની લાગણીમાં વિકસિત બનો, અને પછી તે પૂર્ણ થશે. તે ભગવાન ચૈતન્યની શિક્ષા છે. કારણકે આપણી ભૌતિક આંખો વડે આપણે કૃષ્ણને જોઈ ના શકીએ. અત: શ્રી કૃષ્ણ નામાદી ન ભવેદ ગ્રાહ્યમ ઇન્દ્રિયૈ: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). આપણી ભૌતિક ઇન્દ્રિયોથી આપણે કૃષ્ણને જોઈ ના શકીએ, આપણે કૃષ્ણના નામ વિશે સાંભળી ના શકીએ. પણ સેવોન્મુખે હી જિહવાદૌ, જ્યારે તમે પોતાને ભગવાનની સેવામાં જોડશો... સેવા ક્યાથી શરૂ થાય છે? જિહવાદૌ. સેવા જીભથી શરૂ થાય છે, પગ કે આંખો કે કાનથી નહીં. તે જીભથી શરૂ થાય છે. સેવોન્મુખે હી જિહવાદૌ. જો તમે તમારી સેવા જીભથી શરૂ કરશો... કેવી રીતે? હરે કૃષ્ણ જપ કરો. તમારી જીભનો ઉપયોગ કરો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે / હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. અને કૃષ્ણ પ્રસાદ ગ્રહણ કરો. જીભને બે કાર્યો હોય છે: હરે કૃષ્ણ ધ્વનિનું ઉચ્ચારણ કરવું, અને પ્રસાદ લેવો. આ પદ્ધતિથી તમે કૃષ્ણનો સાક્ષાત્કાર કરશો. ભક્ત: હરિબોલ! |
710829 - ભાષણ શ્રીમતી રાધારાણીનો આવિર્ભાવ દિવસ, રાધાષ્ટમી - લંડન |