GU/720220b ભાષણ - શ્રીલ પ્રભુપાદ વિશાખાપટ્ટનમ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ કૃષ્ણોત્કીર્તન - કીર્તન કરવું અને નૃત્ય કરવું, ધીર અને અધિર બંનેને ખૂબ પ્રિય છે, તેથી ગોસ્વામીઓ તમામ વર્ગના માણસોને પ્રિય હતા. તેઓ વૃંદાવનમાં રહેતા હતા, એવું ન હતું કે તેઓ ફક્ત ભક્તોને જ પ્રિય હતા, પણ સામાન્ય માણસોને પણ પ્રિય હતા. તેઓ પણ આ ગોસ્વામીઓની પૂજા કરતા અને તેમના પતિ-પત્ની વચ્ચેના તેમના કૌટુંબિક ઝઘડામાં પણ તેઓ તેને ગોસ્વામીઓ સમક્ષ રજૂ કરતા. તેઓ સામાન્ય લોકોને એટલા પ્રિય હતા કે તેઓ કુટુંબના ઝઘડા તેમની સમક્ષ રજૂ કરતા અને ગોસ્વામીઓ જે પણ નિર્ણય લેતા તેનો સ્વીકાર થતો. તો ધીરાધિર-જન-પ્રિયૌ, પ્રિય-કરૌ કારણ કે આ આંદોલન એટલું આનંદકારક છે કે તે ગમે ત્યાં આકર્ષક બની શકે છે જે આપણે વ્યવહારીક રીતે અનુભવીએ છીએ…."
720220 - કૃષ્ણ ચૈતન્ય મઠ ખાતેના પ્રવચનનું અવતરણ - વિશાખાપટ્ટનમ‎