"હિન્દુ ધર્મ અથવા ખ્રિસ્તી ધર્મ અથવા મુસ્લિમ ધર્મ. અંતિમ લક્ષ્ય શું છે? ભગવદ પ્રેમ, પ્રભુ ઈશુ ખ્રિસ્તે પણ પ્રચાર કર્યો હતો કે કેવી રીતે ભગવાનને પ્રેમ કરવો. મુસ્લિમ ધર્મ પણ પ્રચાર કરે છે કે કેવી રીતે પરમ ભગવાન, અલ્લાહ-હુ-અકબર, નો સાક્ષાત્કાર કરવો. બુદ્ધ ધર્મમાં પ્રાથમિક ધોરણે તેઓ નાસ્તિક છે પણ ભગવાન બુદ્ધ કૃષ્ણના અવતાર છે તેથી શ્રીમદ ભાગવતમમાં તે કહ્યું છે કે ભગવાન, કૃષ્ણ, ભગવાન બુદ્ધ તરીકે અવતરિત થશે નાસ્તિકોને છેતરવા માટે. નાસ્તિક વર્ગ ભગવાનમાં વિશ્વાસ કરતો હતો નહીં પણ ભગવાન બુદ્ધ તેમની સમક્ષ આવ્યા અને તેમણે કહ્યું, 'હા કોઈ ભગવાન નથી, તે ઠીક છે પણ જે પણ હું કહું છું તમે તે ગ્રહણ કરો'. તો નાસ્તિક વર્ગે તે લીધું, 'હા જે પણ તમે કહેશો અમે ગ્રહણ કરીશું'. પણ નાસ્તિક જાણતો હતો નહીં કે તેઓ ભગવાનના અવતાર છે."
|