"આ ભૌતિક શરીર કેવી રીતે શુદ્ધ થઈ શકે? હા, તે થઈ શકે, ઉદાહરણ છે કે જેમ કે તમે લોખંડનો સળિયો લો અને તેને અગ્નિમાં મૂકો અને તેને ગરમ થવા દો, તે ગરમ બને છે, વધુ ગરમ, અને છેલ્લે તે લાલ ચોળ બને છે. તે સમયે તે લોખંડનો સળિયો રહેતો નથી, તે અગ્નિ છે. તમે તેને કોઈ પણ જગ્યાએ સ્પર્શ કરો, તે દઝાડશે, તેવી જ રીતે જો તમે સિદ્ધાંતો પ્રમાણે હરે કૃષ્ણ નિયમિત રીતે જપ કર્યા કરશો તો ધીમે ધીમે તમારું આખું શરીર આધ્યાત્મિક બની જશે. પછી તે અપાપ વિધિમ છે, વધુ કોઈ પાપ નહીં. તો તમારે તમારા જીવનને પૂર્ણ રીતે શુદ્ધ બનાવવાનું છે પછી તમને ભગવદ ધામમાં પ્રવેશ મળશે."
|