GU/720422 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ટોક્યોમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આપણા દ્રષ્ટિકોણથી બધા જ ધૂર્તો છે. આ વાસ્તવિક હકીકત છે. જે વ્યક્તિ પાસે આંખો છે જોવા માટે કે કોણ ધૂર્ત છે અને કોણ બુદ્ધિશાળી છે... જે પણ વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત નથી, તે ધૂર્ત છે, અમે તેને ધૂર્ત સ્વીકારીએ છીએ. તે બહુ મોટો માણસ હોઈ શકે છે, પણ મોટો માણસ મતલબ ધૂર્તોમાં મોટો, બીજા ધૂર્તોનો વર્ગ, કારણકે તેઓ માયાની અસર હેઠળ છે. જેમ કે ગધેડાઓના સમાજમાં, એક ગધેડો ગાય છે, (અવાજનું અનુકરણ કરે છે) ગધેડો અનુભવે છે, 'ઓહ, કેટલું સરસ રીતે તે ગાય છે'. (હાસ્ય) બધા ગધેડાઓ. એક ગધેડો ગાય છે, અને તેઓ પ્રશંસા કરે છે. 'ઓહ, મોટો ગાયક'. અને તમે બધા, 'બંધ કર. બંધ કર. મહેરબાની કરીને બંધ કર. બંધ કર. બંધ કર.' આ ચાલી રહ્યું છે. તો આ બધા નેતાઓ, આ બધા ધૂર્તો, તેઓ બધાજ ધૂર્તો છે." |
720422 - ભાષણ શ્રી.ભા. ૨.૯.૨ - ટોક્યો |