"જે લોકો ઈર્ષાળુ છે, તેઓ આ ભૌતિક જગતમાં છે. અને જે લોકો ઈર્ષાળુ નથી, તેઓ આધ્યાત્મિક જગતમાં છે. સરળ વસ્તુ. તમે તમારી જાતે જ કસોટી કરો, 'શું હું ઈર્ષાળુ છું, મારા બીજા સંગાથીઓ, મિત્રોથી, દરેકથી?' તો હું આ ભૌતિક જગતમાં છું. અને જો હું ઈર્ષાળુ નથી, તો હું આધ્યાત્મિક જગતમાં છું. કોઈ પણ કસોટી કરી શકે છે. હું આધ્યાત્મિક રીતે વિકસિત થયો છું કે નહીં તેનો પ્રશ્ન જ નથી. તમે તમારી રીતે કસોટી કરી શકો છો. ભક્તિ: પરેશાનુભવો વિરક્તિર અન્યત્ર સ્યાત (શ્રી.ભા. ૧૧.૨.૪૨). જેમ કે જો તમે ખાઓ છો, તમે સમજી જશો કે શું તમે સંતુષ્ટ થયા છો, શું તમારી ભૂખ સંતોષાઈ છે. તમારે બીજા પાસેથી પ્રમાણપત્ર લેવાનું નથી. તેવી જ રીતે, જો તમે તમારી જાતે કસોટી કરો કે શું તમે ઈર્ષાળુ છો, તો તમે ભૌતિક જગતમાં છો. અને જો તમે ઈર્ષાળુ નથી, તો તમે આધ્યાત્મિક જગતમાં છો. પછી તમે કૃષ્ણની સરસ રીતે સેવા કરી શકો છો."
|