"હવે, વર્તમાન સમયે, આપણે દરેક, આપણે ભૌતિક શક્તિના નિયંત્રણ હેઠળ છીએ. તમે તે બહુ જ સરળતાથી સમજી શકો છો. જેમ કે સરકાર. સરકાર, તે કામ કરતી એક શક્તિ છે. તેવી જ રીતે જેલ, તે પણ કામ કરતી બીજી શક્તિ છે. અને નાગરિકો, તે પણ, બીજી, બીજી શક્તિ છે કામ કરતી. પણ નાગરિકો તટસ્થ છે. તેઓ જેલની દીવાલોની બહાર પણ રહી શકે છે અને જેલની દીવાલોની અંદર પણ રહી શકે છે. તેથી તેઓ તટસ્થ કહેવાય છે. જ્યારે તમે સરકારના કાયદાઓનું પાલન કરો, તમે મુક્ત છો. તમે સરકારના કાયદાઓનું પાલન નથી કરતાં, તમે જેલમાં છો. તો તમે સ્વતંત્રતામાં છો. ક્યાં તો... તે તમારી પસંદગી છે. સરકાર પાસે યુનિવર્સિટી છે અને અપરાધી વિભાગ પણ છે. સરકાર પ્રચાર નથી કરતી; ઊલટું સરકાર પ્રચાર કરે છે કે "તમે યુનિવર્સિટીમાં આવો. શિક્ષિત બનો. ઉન્નત બનો." પણ તે આપણી પસંદગી છે કે આપણે ક્યારેક જેલમાં જઈએ છીએ. તે સરકારનો વાંક નથી. તેવી જ રીતે, જે લોકો આ ભૌતિક જગતમાં આવ્યા છે, તેઓ બધા જ અપરાધી છે, ભગવાનના કાયદાઓનું ઉલ્લંઘન કરનાર."
|