GU/730926 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેવી આપણી ચેતના કૃષ્ણ ભાવનાભાવિત બને છે... કૃષ્ણ સમજે છે. કૃષ્ણ તમારા હૃદયમાં છે. ઈશ્વર: સર્વ-ભૂતાનામ હૃદ-દેશે અર્જુન તિષ્ઠતિ (ભ.ગી ૧૮.૬૧). તો કૃષ્ણ તમારા હેતુને સમજી શકે છે. કૃષ્ણને આપણે છેતરી ન શકીએ. કૃષ્ણ તરત જ સમજી શકે છે કે તમે કૃષ્ણને સમજવા અથવા તેમની પાસે જવા માટે અથવા ભગવદ્ ધામ પાછા જવા માટે કેટલા ગંભીર અને નિષ્ઠાવાન છો. કૃષ્ણ તે સમજી શકે છે. જેવું તેઓ સમજી જાય કે, "અહીં એક જીવ છે, તે ખૂબ જ ગંભીર છે," તેઓ તમારી વિશેષ સંભાળ રાખે છે. સમો અહમ સર્વ-ભૂતેષુ. કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન હોવાને કારણે, તેઓ દરેક માટે એક સમાન છે."
730926 - ભાષણ ભ.ગી. ૧૩.૩ - મુંબઈ‎