GU/731003 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો કૃષ્ણ કહે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં, વ્યક્તિએ ખૂબ વિનમ્ર અને તુચ્છ બનવું જોઈએ. આ પહેલી યોગ્યતા છે. આ સત્ત્વગુણ છે. પરંતુ જે લોકો રજો-ગુણ અને તમો-ગુણમાં સ્થિત છે, તેઓ વિનમ્ર બની શકતા નથી. તે શક્ય નથી. રજોગુણ અને તમોગુણ. તો વ્યક્તિએ... જ્ઞાન મતલબ વ્યક્તિએ... વ્યક્તિએ સત્વ-ગુણ, બ્રાહ્મણવાદી યોગ્યતાના મંચ પર આવવું પડે. શમો દમસ તિતિક્ષ આર્જવમ જ્ઞાનમ, વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ-કર્મ સ્વભાવ-જમ (ભ.ગી. ૧૮.૪૨)." |
731003 - ભાષણ ભ.ગી ૧૩.૮-૧૨ - મુંબઈ |