"તો આપણો પ્રયાસ, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, લોકોને માનવ જીવનની જવાબદારીમાં આવવા શિક્ષિત કરવાનો છે. આ આપણી વૈદિક સંસ્કૃતિ છે. જીવનની સમસ્યા જીવનના આ સમયગાળાના થોડા વર્ષોની મુશ્કેલીઓ નથી. જીવનની વાસ્તવિક સમસ્યા છે કેવી રીતે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગના પુનરાવર્તનને હલ કરવું. તે ભગવદ્ ગીતામાં સૂચના છે: જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિ-દુઃખ-દોષાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). લોકો જીવનની ઘણી બધી સમસ્યાઓથી પીડિત છે, પરંતુ જીવનની અસલી સમસ્યા છે કેવી રીતે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગને રોકવા. તો લોકો મૂર્ખ છે. તેઓ એટલા નિસ્તેજ બની ગયા છે કે તેઓ જીવનની સમસ્યાને સમજી શકતા નથી."
|