"દરેક વ્યક્તિ ભગવદ્ ભાવનામૃત અથવા કૃષ્ણ ભાવનામૃતના અભાવે પીડાય છે. તેથી આ કૃષ્ણ ભાવનામૃતનું વિતરણ કરવું તે સૌથી મોટું માનવતાવાદી કાર્ય, કલ્યાણકારી પ્રવૃત્તિ, છે. તો તે ભારતીયોનું કર્તવ્ય હતું. ભારત-ભૂમિતે મનુષ્ય-જન્મ હઈલ યાર. જે પણ વ્યક્તિએ ભારતમાં મનુષ્ય તરીકે જન્મ લીધો છે, તેની ફરજ છે કે તે કૃષ્ણ ભાવનાભાવિત બનીને પોતાનું જીવન સિદ્ધ કરે અને તેને આખી દુનિયામાં તેનું વિતરણ કરે. તે તેની ફરજ છે. પરંતુ તેઓ તે કરી રહ્યા નથી. એક યા બીજી રીતે, મેં આ અમુક યુવાન યુરોપિયન અને અમેરિકનોને એકત્રિત કર્યા છે. તેઓ આ આંદોલનમાં મદદ કરી રહ્યા છે."
|