GU/731031b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ કહે છે કે ભૂમિર અપો અનલો વાયુઃ ખમ મનો, ભિન્ના મે પ્રકૃતિર અષ્ટધા (ભ.ગી. ૭.૪). તો તે કૃષ્ણમાંથી ઉદ્ભવિત છે. યતો વા ઈમાની ભૂતાનિ જાયન્તે (તૈત્તરીય ઉપનિષદ ૩.૧). આ વેદોનું વિધાન છે અને... તો તમે કેવી રીતે સમજાવી શકો કે વ્યક્તિ ભૌતિક ચીજોનો આટલો જથ્થો ઉત્પન્ન કરી શકે છે, ઓછામાં ઓછું તે સમજાવવા માટે કે તે વ્યક્તિમાંથી કેવી રીતે ઉત્પન્ન થાય છે? આને વૈજ્ઞાનિક રૂપે સમજાવવું પડે, ક્યાંથી જળનો વિશાળ જથ્થો આવ્યો છે. તે તમારે વૈજ્ઞાનિક રીતે સમજાવવું પડે. નહીંતો, કેવી રીતે તેઓ સ્વીકારશે? ફક્ત કહેવાથી: "તે કૃષ્ણમાંથી આવ્યું છે," તેઓ નહીં સ્વીકારે."
731031 - વાર્તાલાપ - વૃંદાવન‎