GU/731104b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ભગવાનમાં કોઈ માનતું નથી. ભગવાન શું છે તે પણ જાણતા નથી. કે તેમનું એક સ્વરૂપ છે...
સ્ત્રી: તેઓ ભગવાનને સ્વીકારે છે તો ફક્ત ધન માટે! ઓહ ભગવાન મને ધન આપો. પછી તે તેનો અડધો ભાગ આપશે. પ્રભુપાદ: ભલે કોઈ ધન માટે ભગવાન પાસે જાય, તે પણ સારું છે. અને જેઓ ભગવાનને માનતા નથી, કોઈ ભગવાન નથી, ભગવાન નિરાકાર છે, તો પછી તે ઘૃણાસ્પદ છે, નાસ્તિક છે. જે ભગવાન પાસે દુઃખ દૂર કરવા, ધન માટે જાય છે, તેને આર્તો, અર્થાર્થી કહેવામાં આવે છે. આર્તો, વ્યક્તિ દુ:ખમાં છે, અને જો તે પુણ્યશાળી છે, તો તે ચોક્કસપણે ભગવાનને પ્રાર્થના કરશે. ભગવાન, હું બહુ ખરાબ રીતે પીડાઈ રહ્યો છું, કૃપા કરીને મારા પર થોડી દયા કરો. આ ખરાબ નથી. છેવટે તે ભગવાન પાસે છે. તેણે ભગવાનનો સ્વીકાર કર્યો છે." |
731104 - વાર્તાલાપ - દિલ્લી |