"અત્યારના દિવસો મતના (વોટના) દિવસો છે. કોઈ પણ ધૂર્ત, જો તે એક યા બીજી રીતે મત મેળવી લે, તો તે એક ઊંચી રાજગાદી મેળવે છે. તે પણ શ્રીમદ ભાગવતમમાં લખેલું છે, કે કલિયુગમાં ઊંચી પદવી માટે અથવા રાજગાદી માટે કોણ યોગ્ય છે કે નહીં તેની કોઈ ગણના નહીં રહે. ફક્ત એક યા બીજી રીતે, કાળું ધોળું કરીને, તે ખુરશી મેળવી લેશે. તેથી લોકો પીડાઈ રહ્યા છે. અત્યારે, લોકશાહી દિવસોમાં, સરકાર - લોકો દ્વારા, લોકો માટે છે. તો જો સરકાર લોકો દ્વારા છે, હા, તમે તમારો પ્રતિનિધિ નિયુક્ત કરો. જો તમે મૂર્ખ છો, તો તમે બીજા મૂર્ખને પસંદ કરશો."
|