"તે બહુ મુશ્કેલ છે..., પાશ્ચાત્ય લોકો માટે તે સમજવું કે શરીર બહુ મહત્વની વસ્તુ નથી; આત્મા મહત્વની વસ્તુ છે. સૌ પ્રથમ, તેઓ જાણતા જ નથી કે આત્મા શું છે, અને તેનું મહત્વ શું છે. આ તેમની સ્થિતિ છે. અને જો વ્યક્તિ સમજી ના શકે કે આત્મા શું છે, તે ભગવાન વિશે શું સમજશે? આત્મા ભગવાનનો એક સૂક્ષ્મ કણ છે. જો વ્યક્તિ આ સૂક્ષ્મ કણ વિશે સમજી ના શકે, તો તે પરમ ભગવાન વિશે શું સમજશે? પ્રયોગશાળામાં, જો તમે એક નાના નમૂનાની કસોટી કરો, જેમ કે એક થોડું દરિયાનું પાણી, વિશ્લેષણ કરો, તમે રસાયણિક કસોટી કરો, તો તમે સમજી શકો કે દરિયાના પાણીનું બંધારણ શું છે. પણ જો તમારી પાસે કોઈ જ્ઞાન નથી કે એક દરિયાનું નાનકડું ટીપું, કેવી રીતે તમે દરિયાને સમજશો,... આ તેમની સ્થિતિ છે. તેઓ તે પણ નથી જાણતા કે આત્મા, જે આપણે છીએ. ફક્ત તેને ઢાંકવાનો પ્રયાસ કરે છે: 'કોઈ આત્મા નથી. કોઈ આત્મા નથી. જીવન પદાર્થમાથી ઉદભવેલું છે,' જોકે તેઓ તે સાબિત નથી કરી શકતા."
|