GU/750118 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મન બહુ જ ચંચળ છે. આખી યોગ પદ્ધતિ મનને નિયંત્રિત કરવા માટે છે, કારણકે જ્યાં સુધી તમે મનને નિયંત્રિત ના કરો, મન જથ્થાબંધ ઈચ્છાઓ કરશે, સેંકડો, હજારો, લાખો. અને તમારે તેને સંતુષ્ટ કરવી પડશે. પછી શાંતિ ક્યાં છે? તમારે સ્વામીને સંતુષ્ટ કરવા પડે. તમારું સ્વામી કોણ બની ગયું છે? મન. તો તમે વિચલિત છો. કોઈ શાંતિ હોઈ શકે નહીં. અને મનને ઘણી લાખો ઈચ્છાઓ છે. તેથી જ્યારે તમે મન પર નિયંત્રણ કરી શકો, કે મન કોઈ વસ્તુની ઈચ્છા કરે અને તમારે નિયંત્રણ કરવું પડે, 'ના, તું તે ના કરી શકે', તો તમે સ્વામી બનો છો."
750118 - ભાષણ શ્રી.ભા. ૩.૨૬.૪૩ - મુંબઈ