"હવે, આ ટોક્યો શહેર, જો તે એક પદાર્થનો ગઠ્ઠો જ હોય, તો કેવી રીતે વ્યવસ્થિત રીતે ટ્રાફિકના નિયમોનું... તે ફક્ત એક પદાર્થનો ગઠ્ઠો નથી..., પણ કોઈ વ્યક્તિ છે, સરકાર અથવા રાજા અથવા રાષ્ટ્રપતિ, જે આ વ્યવસ્થાને ચલાવી રહ્યું છે. આ નિષ્કર્ષ છે. આ સમરૂપતા છે. તો તમે કેવી રીતે કહો છો કે કોઈ નિયંત્રક નથી? તમારો તર્ક શું છે? શું કોઈ પણ વ્યક્તિ કોઈ તર્ક આપી શકે છે કે... આ રાક્ષસો, તેઓ કહે છે કે ભગવાન નથી, કોઈ નિયંત્રક નથી, પણ તર્ક ક્યાં છે? તમે એવું કઈ રીતે કહી શકો? તમારી સમરૂપતા શું છે? તમારો તર્ક શું છે, કે તમે કહો છો કે કોઈ ભગવાન નથી? ચાલો ચર્ચા કરીએ. શું અહિયાં કોઈ કહી શકે છે? હમ્મ?"
|