"તે લોકો જાણતા નથી કે આ જીવનની ભૌતિક સ્થિતિ હમેશા દુ:ખમય હોય છે. તેમણે સ્વીકાર્યું છે, 'તે બહુ જ સરસ છે'. પશુઓ, પશુઓ... જેમ કે કતલખાનામાં, ઘણા બધા પશુઓ હોય છે, અને તેમની હત્યા થવાની છે. દરેક જાણે છે. તેઓ પણ જાણે છે, પશુઓ. પણ તેમની પ્રાણી વૃત્તિને કારણે, તેઓ કશું કરી નથી શકતા. તેવી જ રીતે, આપણને આ ભૌતિક જગતના કતલખાનામાં મૂકવામાં આવ્યા છે. તેને મૃત્યુ-લોક કહેવાય છે. દરેક વ્યક્તિ જાણે છે કે તેની હત્યા થશે. આજે અથવા કાલે અથવા પચાસ કે સો વર્ષ પછી, દરેક વ્યક્તિ જાણે છે કે તેની હત્યા થશે. તે મરશે જ, મૃત્યુ મતલબ હત્યા. કોઈને પણ મરવું નથી. પ્રાણીને પણ મરવું ગમતું નથી, પણ બળજબરી પૂર્વક તેમની હત્યા થઈ રહી છે. તેને કતલ કહેવાય છે."
|