"કૃષ્ણે ગાયો, વાછરડાઓની જવાબદારી લીધી, જોકે (અસ્પષ્ટ). આ પદ્ધતિ છે. તેઓ આખો દિવસ વાછરડાઓ સાથે જતાં હતા, બાળકો સાથે રમતા અને ગાયોની સંભાળ રાખતા, સાંજે પાછા આવતા. માતા પછી તેમને નવડાવતી અને સુંદર ભોજન આપતી. અને તરત જ ઊંઘી જતાં. અને કૃષ્ણ ચતુર છે. રાત્રે તેઓ ગોપીઓ પાસે જતાં. (હાસ્ય) તો માતા યશોદા જાણતી હતી નહીં, ત્યારે તેમણે વિચાર્યું, 'મારો ડાહ્યો પુત્ર ઊંઘે છે'. અને ગોપીઓ પણ તે સ્થળે આવતી, અને તેઓ નૃત્ય કરતાં. આને જીવન કહેવાય છે, બાળપણનું જીવન. અને જ્યારે તેઓ મોટા થયા, અને તેમને મથુરા લઈ જવામાં આવ્યા, અને તેમણે તેમના મામા સાથે યુદ્ધ કર્યું, તેમને મારી નાખ્યા, અને પછી તેમના પિતા વસુદેવે, કાળજી રાખી, તેમને સાંદીપની મુનિ પાસે મોકલ્યા. તેમનું શિક્ષણ થયું. તેઓ રોજ દરેક વિષય શિખતા હતા. પછી તેઓ દ્વારકા ગયા, ઘણી બધી રાણીઓ સાથે લગ્ન કર્યા અને રાજા બન્યા. કૃષ્ણના જીવનમાં તેઓ હમેશા વ્યસ્ત હતા. કૃષ્ણ, તમે ક્યારેય પણ જોશો નહીં... તેમના જીવનની શરૂઆતથી જ તેઓ પૂતના, અઘાસુર, બકાસુરને મારવામાં વ્યસ્ત હતા, અને તેમના મિત્રો, તેમને વિશ્વાસ હતો. તેઓ અઘાસુરના મુખમાં પ્રવેશ કરતાં, 'ઓહ, અહી કૃષ્ણ છે. તે મારી નાખશે'. આ વૃંદાવન છે."
|