"તમારે સમજવું જોઈએ કે જેવુ તમે આ ભૌતિક શરીર મેળવો છો, તે પીડાકારક જ હશે. તેથી સંપૂર્ણ વેદિક સંસ્કૃતિ છે કે કેવી રીતે આ ભૌતિક શરીરને બંધ કરવું. માયાવાદી તત્વજ્ઞાનીઓ, તેઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે. બુદ્ધ ધર્મમાં, તેઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે. પણ તેઓ વિચારે છે કે 'કોઈ આત્મા નથી. આ શરીરને સમાપ્ત કરો'. આ બુદ્ધ ધર્મનો સિદ્ધાંત છે. પણ તેઓ જાણે છે કે આ પીડા છે. તેવી જ રીતે માયાવાદી, તેઓ પણ જાણે છે કે આ શરીર પીડાકારક છે, તો તેમને શરીરમાથી બહાર આવવું છે અને ભગવાનના અસ્તિત્વમાં લીન થઈ જવું છે. ઇન્દ્રિયો તો છે જ, ક્યાં તો બૌદ્ધ હોય કે માયાવાદ. અને વૈષ્ણવ તત્વજ્ઞાન છે, 'જીવનની આ દુ:ખમય સ્થિતિમાથી બહાર આવવું જ નહીં, પણ કૃષ્ણના પરિવારમાં જોડાવું અને શાંતિથી રહેવું'. પણ જ્યાં સુધી શરીર ખરાબ છે, તે બધા જ સિદ્ધાંતો દ્વારા સ્વીકૃત છે."
|