"વ્યક્તિએ ખોટી રીતે અભિમાની ના બનવું જોઈએ... ભૌતિક જગત મતલબ દરેક વ્યક્તિ મિથ્યા અભિમાની છે. દરેક વ્યક્તિ વિચારે છે, આધ્યો અસ્મિ ધનવાન અસ્મિ કો અસ્તિ મમ સમ: દરેક વ્યક્તિ. આ રોગ છે. 'હું સૌથી વધુ ધનવાન છું', 'હું સૌથી વધુ શક્તિશાળી છું', 'હું સૌથી વધુ બુદ્ધિશાળી છું'. દરેક વસ્તુ 'હું છું'. આને અહંકાર કહેવાય છે. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઈતિ મન્યતે (ભ.ગી. ૩.૨૭). આ મિથ્યા પ્રતિષ્ઠા, જ્યારે વ્યક્તિ ખોટી વસ્તુઓમાં લીન થઈ જાય છે, તે વિમૂઢ બને છે, ધૂર્ત. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઈતિ મન્યતે. આ ખોટી પ્રતિષ્ઠા છે. આપણે આ ખોટી પ્રતિષ્ઠાને છોડવી પડે."
|