"આ કૃષ્ણની ઈચ્છા છે. તેઓ ચાર સિદ્ધાંતો આપે છે, કે 'હમેશા મારા વિશે વિચારો', મન્મના, 'અને મારા ભક્તો બનો', મદ ભક્ત, મદ્યાજી, 'મારી પૂજા કરો', અને મદ્યાજી... મન્મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫): 'બસ પ્રણામ અર્પણ કરો. આ ચાર સિદ્ધાંતો તમને આ ભૌતિક અસ્તિત્વના બંધનમાથી મુક્ત કરશે' અને, મામ એવૈષ્યસી અસંશય, 'કોઈ પણ સંદેહ વગર, તમે મારી પાસે આવશો'. કેટલી સરળ વસ્તુઓ. તે જરા પણ મુશ્કેલ નથી. આ બાળક, તે પણ આ કરી શકે છે. વૃદ્ધ માણસ પણ આ કરી શકે છે. શિક્ષિત માણસ આ કરી શકે છે, કોઈ પણ જ્ઞાન વગર. પ્રાણી સુદ્ધાં તે કરી શકે છે. બહુ જ સરળ. ભક્તિયોગ બહુ જ સરળ છે."
|