"વેદિક સિદ્ધાંત છે... લોકો... દરેક વ્યક્તિ અજ્ઞાનતામાં છે, કારણકે ઉત્ક્રાંતિ જીવનની નીચલી યોનીઓમાથી થઈ રહી છે. અને પાશ્ચાત્ય દેશોમાં ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ બહુ જ પ્રધાન ગણાય છે, અને તે લોકો માને છે કે માણસ વાંદરામાથી આવ્યો છે. અવશ્ય, વેદિક શાસ્ત્ર કહે છે કે મનુષ્યનો જન્મ ત્રણ સ્ત્રોતોમાથી થાય છે: એક ગાયમાથી, બીજો સિંહમાથી, અને ત્રીજો વાંદરામાથી. 'વાંદરો' શબ્દ છે. જે લોકો સત્વગુણમાથી આવી રહ્યા છે, તેમનો છેલ્લો જન્મ છે ગાય. અને જે લોકો રજોગુણમાથી આવી રહ્યા છે, તેમનો છેલ્લો જન્મ છે સિંહ. અને જે લોકો તમોગુણમાથી આવી રહ્યા છે, તેમનો છેલ્લો જન્મ છે વાંદરો."
|