"તે પણ વેદિક ખ્યાલ છે, કે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો મૈથુન તે જીવનનું કારણ નથી. જ્યાં સુધી જીવાત્મા યોગ્ય પરિસ્થિતી પર પહોંચે નહીં, પુરુષનો સ્ત્રાવ, સ્ત્રીનો સ્ત્રાવ જોડાઈને સંયોજન બનાવે છે, અને તે આત્મા માટે યોગ્ય પરિસ્થિતી ઉત્પન્ન કરે છે. તો ગર્ભનિરોધક પદ્ધતિ મતલબ તે સંયોજનને બગાડવામાં આવે છે. તે યોગ્ય વ્યવસ્થા ઉત્પન્ન નથી કરતું; તેથી ગર્ભાવસ્થા નથી રહેતી. અથવા અપૂર્ણ સ્ખલન. મુખ્ય મુદ્દો છે કે તે સ્ખલન, તે એક પરિસ્થિતી ઉત્પન્ન કરે છે કે જ્યાં જીવ આવે છે અને રહે છે. પછી થાય છે. એવું નહીં, કે તે જીવનનું કારણ છે. બે સ્ખલનોનું મિશ્રણ જીવનનું કારણ નથી. તે એક યોગ્ય પરિસ્થિતી ઉત્પન્ન કરે છે, અને જીવન આવે છે. અને જો પરિસ્થિતી અનુકૂળ નથી હોતી, આત્મા રહી ના શકે. તેને બીજી કોઈ જગ્યાએ જવું પડે. તો કૃષ્ણના આદેશથી, તેને ત્યાં શરણ લેવાની હતી, પણ આ પુરુષ અને સ્ત્રીએ તેને રોકી લીધું. તેથી તે પાપ છે; દંડ મળવો જોઈએ."
|