પ્રભુપાદ: જો તમે વાસ્તવમાં વૈજ્ઞાનિક છો, તો તમે સાબિત કરો કે ભગવાન છે. તે તમારા શિક્ષણની સફળતા છે. ઈદમ હી પુંસાસ તપસ: શ્રુતસ્ય વા સુકતસ્ય ચ બુદ્ધિ દત્તયો: અવિચ્યુતો અર્થ: કવિ... (શ્રી.ભા. ૧.૫.૨૨). તમારા શિક્ષણનો અર્થ છે જ્યારે, તમારા શિક્ષણથી, તમારા વૈજ્ઞાનિક જ્ઞાનથી, તમે સાબિત કરો કે ભગવાન છે, તેઓ એટલા ભવ્ય છે. પછી તમે આવકાર્ય છો. તો તમે વાસ્તવમાં વૈજ્ઞાનિક છો. અને જો તમે એક ધૂર્ત બનો, તો તમે કહેશો, 'ઓહ, ભગવાનની કોઈ જરૂર નથી. અમે નિર્માણ કરવાના છીએ. બસ દસ લાખ વર્ષો સુધી પ્રતિક્ષા કરો, તો...' શું તે સારો પ્રસ્તાવ છે, મારે તમારા વૈજ્ઞાનિક જ્ઞાન માટે દસ લાખ વર્ષો સુધી રાહ જોવી પડશે? અને આપણે આવા મૂર્ખાઓને ખીલવા દઇશું? તે શક્ય નથી.
રૂપાનુગ: જો આપણે તે રોકી શકીએ તો તે સામાન્ય માણસની એક મોટી સેવા હશે.
પ્રભુપાદ: ચેતવણી આપો કે 'અહી ચોરો છે. તમારા ખિસ્સા વિશે સાવધ રહો. તેઓ બધો જ બકવાસ કરશે અને તમારા ખિસ્સામાથી તમારું ધન લઈ લેશે.'