GU/760802 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ન્યુ માયાપુરમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ સ્વામીત્વની પ્રતિસ્પર્ધા જન્મ જન્માંતરથી ચાલી આવે છે, ક્યારેક મનુષ્ય તરીકે, ક્યારેક પ્રાણી તરીકે, ક્યારેક માછલી, જળચર તરીકે, ક્યારેક દેવતા, પક્ષી તરીકે. આ આખી ભૌતિક પરિસ્થિતી છે. અને મુશ્કેલી છે કે આપણે સ્વામી ના બની શકીએ, પણ આપણી ખોટી મહાત્વાકાંક્ષાને કારણે કે 'હું સ્વામી બનીશ', આપણે ભૌતિક પ્રકૃતિના સેવક બની રહ્યા છીએ. આપણે સ્વામી બનવા માટે એક ચોક્કસ રીતે કાર્ય કરી રહ્યા છીએ, પરિસ્થિતી ઉત્પન્ન કરીને, માનસિકતા ઉત્પન્ન કરીને, અને મૃત્યુ સમયે, જ્યારે આ શરીર સમાપ્ત થઈ જશે, સ્વામીત્વના ખ્યાલમાં ડૂબેલું મન મને મારી મહત્વાકાંક્ષા અનુસાર બીજા શરીરમાં લઈ જશે. તેથી હું ફરીથી મારા સ્વામીત્વને ભોગવવા માટે અલગ શરીરમાં પ્રકટ થઈશ; બીજું પ્રકરણ શરૂ થાય છે."
760802 - વાર્તાલાપ - ન્યુ માયાપુર