"સોનું, ઈરાનમાં અથવા ભારતમાં, સોનું તે સોનું છે. તમે કહી ના શકો કે 'ઈરાની સોનું' અથવા 'ભારતીય સોનું'. તે શક્ય નથી. તેવી જ રીતે, જ્યારે તમે કહો કે 'ઈરાની આધ્યાત્મિક સંસ્કૃતિ' અને 'ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ', સામાન્ય મુદ્દો છે આધ્યાત્મિક સંસ્કૃતિ. આધ્યાત્મિક સંસ્કૃતિ એક જ છે. તે ઈરાની, ભારતીય, અથવા કોઈ બીજી જગ્યાએ કોઈ ચાપલૂસની. જેમ કે આ ચંદ્ર. અત્યારે ઈરાનમાં ચંદ્ર છે. પણ તેનો મતલબ તેવો નથી કે ઈરાની ચંદ્ર. અથવા સૂર્ય, તેનો મતલબ નથી કે ઈરાની સૂર્ય. ચંદ્ર એક જ છે. ભારતમાં અથવા ઈરાનમાં, ચંદ્ર તો ચંદ્ર જ છે. તમે કહી ના શકો 'ઈરાની ચંદ્ર' અથવા 'ભારતીય ચંદ્ર'. તો આધ્યાત્મિક સંસ્કૃતિ એક છે, અને ભૌતિક સંસ્કૃતિ એક છે."
|