GU/761129 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આધ્યાત્મિક શરીર ભૌતિક આવરણથી ઢંકાયેલું છે. આ આપણું વાસ્તવિક શરીર નથી. પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના કિસ્સામાં, આવો કોઈ ફરક નથી, દેહ, દેહિ. જેમ આપણને ભેદ છે... દેહીનો અસ્મિન યથા દેહ (ભ.ગી. ૨.૧૩). દેહ અને દેહિ. દેહિ મતલબ શરીરનો સ્વામી. જેમ કે હું કહું છું, "આ મારૂ શરીર છે." હું કહેતો નથી, "હું શરીર છું." દરેક વ્યક્તિને આ અનુભવ છે. એક બાળક પણ, તેને પૂછો, તેની આંગળીને ચીંધીને. તે કહેશે, "તે મારી આંગળી છે." કોઈ પણ નહીં કહે, "હું આંગળી," કારણકે શરીર અને આધ્યાત્મિક આત્મામાં ફરક છે." |
761129 - ભાષણ શ્રી.ભા. ૫.૬.૭ - વૃંદાવન |