GU/Prabhupada 0003 - પુરુષ પણ સ્ત્રી છે



Lecture on SB 6.1.64-65 -- Vrndavana, September 1, 1975

પ્રભુપાદ:

તમ એવ તોશયામ આસ
પિતૃયેણાર્થેન યાવતા
ગ્રામ્યૈર મનોરમૈ: કામૈ:
પ્રસીદેત યથા તથા
(શ્રી.ભા. ૬.૧.૬૪)

તો તે સ્ત્રી ને જોયા પછી, તે હમેશા, ચોવીસ કલાક, કામવાસનાના વિષય ઉપર ધ્યાન કરી રહ્યો હતો. કામૈસ તૈસ તૈર હ્રત જ્ઞાના: (ભ.ગી. ૭.૨૦). જ્યારે વ્યક્તિ કામુક બને છે, ત્યારે તે સમસ્ત બુદ્ધિ ગુમાવી દે છે. આ આખું જગત આ કામવાસનાની ઉપર ચાલે છે. આ ભૌતિક જગત છે. અને કારણ કે હું કામુક છું, તમે કામુક છો, આપણે બધા, તો જયારે મારી ઈચ્છા પુરી નથી થતી, તમારી ઈચ્છા પુરી નથી થતી, ત્યારે હું તમારો શત્રુ બની જાઉં છું, તમે મારા શત્રુ બની જાઓ છો. હું જોઈ શકતો નથી કે તમે સારી પ્રગતિ કરી રહ્યા છો. તમે જોઈ ના શકો કે હું સારી પ્રગતિ કરી રહ્યો છું. આ છે ભૌતિક જગત, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, માત્સર્ય. આ છે ભૌતિક જગતનો આધાર.

તો તે બની ગયો... તેને બ્રાહ્મણ બનવા માટે શિક્ષણ આપવામાં આવ્યું હતું, સમો, દમ, પણ તેની પ્રગતિ રોકાઈ ગઈ હતી એક સ્ત્રીથી આસક્ત થઇ જવાને કારણે. એટલેજ વેદિક સભ્યતા અનુસાર, એક સ્ત્રીને આધ્યાત્મિક ઉન્નતીની બાધા માનવામાં આવે છે. સમસ્ત મૂળ સભ્યતા છે કે કેવી રીતે દૂર રેહવું ... સ્ત્રી, તમે એવું ના વિચારો કે માત્ર એક સ્ત્રી જ સ્ત્રી છે. પુરુષ પણ સ્ત્રી છે. એવું નાં વિચારો કે માત્ર સ્ત્રીને જ ધિક્કારવામાં આવી છે, પુરુષને નહીં. સ્ત્રી એટલે જેને ભોગવવામાં આવે, અને પુરુષ એટલે ભોક્તા. તો આ ભાવ, આ ભાવને ધિક્કારવામાં આવે છે. જો હું એક સ્ત્રીને ભોગ માટે જોઉં, તો હું એક પુરુષ છું. અને જો કોઈ સ્ત્રી બીજા પુરુષને ભોગની દ્રષ્ટિથી જુએ, તો તે પણ પુરુષ જ છે. સ્ત્રી એટલે જેને ભોગવવામાં આવે, અને પુરુષ એટલે ભોક્તા. તો જેને પણ ભોગની ઈચ્છા છે, તેને પુરુષ ગણવામાં આવે છે. તો અહિયાં બને - સ્ત્રી અને પુરુષનો હેતુ છે... દરેક વ્યક્તિ યોજના બનાવે છે "હું કેવી રીતે ભોગ કરીશ?" એટલે તે પુરુષ છે, કૃત્રિમ રીતે. નહીંતો, મૂળ રૂપે, આપણે બધા પ્રકૃતિ છીએ, જીવ, સ્ત્રી કે પુરુષ. આ એક બાહરી વસ્ત્ર છે.