GU/Prabhupada 0010 - કૃષ્ણનું અનુકરણ કરવાનો પ્રયાસ ન કરો



Lecture on SB 7.9.9 -- Mayapur, February 16, 1976

કૃષ્ણ.... આ સોળ હજાર પત્નિઓ, કેવી રીતે તેઓ પત્નિઓ બની? તમે કથા જાણો છો, કે ઘણી સુંદર, સોળ હજાર સુંદર, મારો કહેવાનો મતલબ, રાજાઓની પુત્રીઓનું અસુરે અપહરણ કર્યું હતું. તે અસુરનું નામ શું છે? ભૌમાસુર, નહીં? હા. તો તેઓએ કૃષ્ણને પ્રાર્થના કરી કે, "અમે આ દુષ્ટ દ્વારા અપહરિત થઈને કષ્ટ ભોગવી રહ્યા છે. કૃપયા અમને બચાઓ." તો કૃષ્ણ તેમની રક્ષા કરવા માટે આવ્યા, અને ભૌમાસુરને મારી નાખીને બધી છોકરીઓને મુક્ત કરી. પણ મુક્ત થયા બાદ તેઓ ત્યાજ ઉભા રહી ગયા. તો કૃષ્ણએ તેમને કહ્યું કે, "હવે તમે તમારા પિતાના ઘરે જઈ શકો છો." તેમણે કહ્યું કે, "અમારું અપહરણ થયું હતું, અને એટલે અમારું લગ્ન ના થઇ શકે." ભારતમાં હજી પણ તે નિયમ છે. જો એક કન્યા, યુવતી, ઘરથી એક કે બે દિવસ માટે બહાર રહે, કોઈ પણ તેની સાથે લગ્ન નહીં કરે. કોઈ પણ તેની સાથે લગ્ન નહીં કરે. તેને અશુદ્ધ સમજવામાં આવે છે. હજી પણ આ ભારતીય પરંપરા છે. તો તેઓ આટલા બધા દિવસો કે વર્ષો સુધી અપહરિત હતા, તો તેમણે કૃષ્ણને વિનંતી કરી કે, "ન તો અમારા પિતા અમને સ્વીકારશે, કે ન તો કોઈ અમારી સાથે લગ્ન કરવા માટે રાજી થશે." ત્યારે કૃષ્ણ સમજી ગયા કે, "સ્થિતિ બહુજ જટિલ છે. જો કે તેઓ છૂટી ગયા છે, તેઓ ક્યાય જઈ શકે તેમ નથી."

ત્યારે કૃષ્ણ... તે એટલા દયાળુ છે, ભક્ત-વત્સલ. તેમણે પૂછ્યું, "તમને શું જોઈએ છે?" તે... તેમણે કહ્યું કે, "તમે અમારો સ્વીકાર કરો. નહીં તો અમારા માટે રેહવા માટે કોઈ પણ બીજો ઉપાય નથી." કૃષ્ણે તરતજ, "હા.આવી જાઓ." આ છે કૃષ્ણ. અને એમ નહીં કે તેમની સોળ હજાર પત્નીઓને એકજ જગ્યાએ ભરી દીધી. તેમણે તરતજ સોળ હજાર મહેલોનું નિર્માણ કર્યું. કારણકે તેમણે પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો, તેઓનું પત્નીના રૂપમાં પાલન પણ થવું જોઈએ, તેમના રાણી તરીકે, એવું નહીં કે, "કારણ કે તેમની પાસે બીજો કોઈ ઉપાય ન હતો એટલે તેઓ મારા શરણે આવ્યા છે. હું તેમને કોઈ પણ રીતે રાખી શકું." ના. સૌથી માન સાથે રાણીની જેમ, કૃષ્ણના રાણીની જેમ. અને ફરી તેમણે વિચાર્યું કે, "સોળ હજાર પત્નીઓ... જો હું એકલો રહીશ, એક રૂપ, તો મારી પત્નીઓ મને મળી નહીં શકે. દરેકને સોળ હજાર દિવસ સુધી પતિને જોવા માટે પ્રતિક્ષા કરવી પડશે. ના." તેમણે પોતાની જાતને સોળ હજાર કૃષ્ણમાં વિસ્તૃત કર્યા. આ છે કૃષ્ણ. આ દુષ્ટો, તે કૃષ્ણ પર સ્ત્રીશિકારી હોવાનો આરોપ કરે છે. તે તમારા જેવુ નથી. તમે એક પત્નીને પણ પોષણ આપી નથી શકતા, પણ તેમણે સોળ હજાર પત્નીઓનું પાલન કર્યું સોળ હજાર મેહલોમાં અને સોળ હજાર રૂપોના વિસ્તારમાં. બધા સંતુષ્ટ થયા હતા.

આ છે કૃષ્ણ. આપણે સમજવું પડશે કે કૃષ્ણ શું છે. કૃષ્ણનું અનુસરણ કરવાનો પ્રયાસ ના કરો. સૌ પ્રથમ કૃષ્ણને સમજવાનો પ્રયાસ કરો.