GU/Prabhupada 0014 - ભક્તો એટલા ઉન્નત છે
The Nectar of Devotion -- Calcutta, January 30, 1973
એક ભક્ત માટે, કૃષ્ણ એક ભક્તના હાથમાં છે. અજીત, જીતો અપિ અસૌ. જોકે કૃષ્ણ અજિત છે, પણ તેઓ તેમના ભક્તો દ્વારા જીતાઈ જવાનું પસંદ કરે છે. આ સ્થિતિ છે. જેમ કે તેઓ સ્વેચ્છાથી માતા યશોદા દ્વારા પરાજીત થવા માટે તૈયાર થઇ ગયા, રાધરાણી દ્વારા પરાજિત થવા, તેમના મિત્રો દ્વારા પરાજીત થવા. કૃષ્ણ હારી ગયા અને તેમણે તેમના મિત્રને તેમના ખભા ઉપર બેસાડવા પડતાં હતા. વ્યવહારિક રૂપ થી કોઈક વાર આપણે જોઈએ છીએ કે, રાજા તેમના પાર્ષદોમાં એક વિદૂષકને પણ રાખે છે, અને ક્યારેક તે વિદૂષક રાજાનું અપમાન કરે છે, અને રાજા તેનો આનંદ લે છે. તે વિદૂષક ક્યારેક... જેમ કે બંગાળમાં એક પ્રસિદ્ધ વિદૂષક હતા, ગોપાલ બોન, તો એક દિવસ રાજાએ તેને પૂછ્યું, "ગોપાલ, તારા અને ગધેડા વચ્ચે શું અંતર છે?" તો તરત જ તેણે રાજાથી પોતાની દૂરીને માપી. તેણે કહ્યું, "માત્ર ત્રણ ફૂટ જ છે, સાહેબ. અંતર માત્ર ત્રણ જ ફૂટ છે." તો બધા હસવા માંડ્યા. અને રાજાએ તે અપમાનનો આનંદ લીધો. કારણકે કોઈક વાર તે જરૂરી છે.
તો કૃષ્ણ પણ.... બધા તેમની ઉન્નત અવસ્થાનું વખાણ કરે છે. બધા જ. તે છે કૃષ્ણનું સ્થાન - પરમ ભગવાન. વૈકુંઠમાં માત્ર વખાણ જ છે. ત્યાં આવું કઈ નથી. પણ વૃંદાવનમાં કૃષ્ણ તેમના ભક્તથી અપમાન સ્વીકારવા માટે મુક્ત છે. લોકોને તે ખબર નથી, વૃંદાવનનું જીવન શું છે. તો ભક્ત એટલા ઉન્નત છે. રાધારાણી આજ્ઞા આપે છે,
"કૃષ્ણને અંદર ના આવવા દો."
તો કૃષ્ણ અંદર ના આવી શકે. તેઓ બીજા ગોપીઓની ખુશામદ કરે છે:
"કૃપયા મને ત્યાં જવા દો."
"ના, ના. તેવી અજ્ઞા નથી. તમે જઈ ના શકો."
તો કૃષ્ણને તે ગમે છે.