GU/Prabhupada 0018 - ગુરુના ચરણ કમળ પર પૂર્ણ નિષ્ઠા
Lecture on SB 6.1.26-27 -- Philadelphia, July 12, 1975
પ્રભુપાદ: તો આપણે આ સમયનો સદુપયોગ કરવો જોઈએ ઉપાય લાવવા જીવનનો કે આપણે વારંવાર મરી રહ્યા છે અને પછી બીજા શરીર સ્વીકારી રહ્યા છે. તો કેવી રીતે તેઓ સમજશે જ્યા સુધી તેઓ એક પ્રમાણિક ગુરુ પાસે ના આવે? તેથી શાસ્ત્ર, કહે છે તદ વિજ્ઞાનાર્થમ: "જો તમારે તમારા જીવનની સાચી સમસ્યા જાણવી છે અને તમારે પ્રકાશિત થવું છે કેવી રીતે કૃષ્ણ ભાવનાભાવિત બનવું, કેવી રીતે શાશ્વત થવું, ભગવદ ધામ જવું, તો તમારે ગુરુનો સંપર્ક કરવો જ પડે." અને કોણ ગુરુ છે? તે પણ સમજાવેલ છે, બહુ સરળ વસ્તુ છે. ગુરુ ક્યારેય ધારણાઓ નથી બનાવતા કે: "તમે આમ કરો અને મને ધન આપી તમે સુખી બનો." તે ગુરુ નથી. તે ધન કમાવવાનો બીજો માર્ગ છે તો અહી તે કહેલું છે, મૂઢા, દરેક વ્યક્તિ જે માત્ર આ મુર્ખના સ્વર્ગમાં રહે છે, પોતાની ધારણાઓ બનાવે છે જેમ કે અજામિલ... કોઈએ સ્વીકાર્યું છે, "આ મારું કર્તવ્ય છે" કોઈએ.. તે મુર્ખ છે. તમારે ગુરુ પાસેથી જ જાણવું જોઈએ કે તમારું કર્તવ્ય શું છે. તમે રોજ ગાઓ છો: ગુરુ મુખ પદ્મ વાક્ય, ચિત્તેતે કોરિયા ઐક્ય, આર ના કોરીહો મને આશા. આ જીવન છે. આ જીવન છે. ગુરુ મુખ પદ્મ... તમે એક પ્રમાણિક ગુરુનો સ્વીકાર કરો, અને તેઓ જે આજ્ઞા તમને આપે છે, તમે તેનું પાલન કરો. પછી તમારું જીવન સફળ છે, આર ના કોરીહો મને આશા. તું ધૂર્ત, બીજુ કઈ ઈચ્છતો નહીં. શું તમે રોજ ગાતા નથી? પણ શું તમે અર્થને સમજો છો? કે તમે માત્ર ગાઓ જ છો? શું અર્થ છે? કોણ સમજાવશે? કોઈને ખબર નથી? હા, તેનો શું અર્થ છે?
ભક્ત: "મારી એક જ ઈચ્છા છે કે મારુ મન શુદ્ધ બને મારા ગુરુદેવના મુખ-પદ્મથી નીકળેલા શબ્દોથી. આના સિવાય મારી બીજી કોઈ ઈચ્છા નથી."
પ્રભુપાદ: હા, આ આજ્ઞા છે. ગુરુ મુખ પદ્મ વાક્ય, ચીત્તેતે કોરિયા ઐક્ય. હવે ચિત્ત એટલે કે ચેતના કે હૃદય. "હું માત્ર આ જ કરીશ, બસ. મારા ગુરુ મહારાજે મને કહ્યું છે; હું આ જ કરીશ." ચીત્તેતે કોરિયા ઐક્ય, આર ના કોરીહો મને આશા. તો એ મારો અહંકાર નથી, પણ હું કહી શકું છું, તમારી શિક્ષા માટે, મે કર્યું. તેથી જે પણ થોડી ઘણી સફળતા તમે જોવો છો મારા ગુરુ-ભાઈઓ કરતા, તે આના લીધે છે. મારી કોઈ પણ તાકાત નથી, પણ મે મારા ગુરુના શબ્દોને મારા પ્રાણ અને જીવન રૂપે લીધા હતા. તો આ હકીકત છે. ગુરુ મુખ પદ્મ વાક્ય, ચીત્તેતે કોરિયા ઐક્ય. બધાએ તે જ કરવું જોઈએ. પણ જો તે વધ-ઘટ કે સુધાર કરશે, તો તે સમાપ્ત થઈ ગયો. કોઈ વધાર નહીં, કોઈ સુધાર નહીં. તમારે ગુરુની પાસે જવું જ પડશે - ગુરુ એટલે કે ભગવાન કૃષ્ણનો વિશ્વસનીય સેવક અને તેમના શબ્દો સ્વીકારો કે કેવી રીતે તેમની સેવા કરવી. ત્યારે તમે સફળ છો. જો તમે ઉપજાવી કાઢો: "હું મારા ગુરુ કરતા વધારે બુદ્ધિશાળી છું, અને હું વધાર કે સુધાર કરી શકું છું, "તો તમે સમાપ્ત થઈ ગયા છો. તો તે એક માત્ર જ છે. અને હવે, આગળ ગાઓ.
ભક્ત: શ્રી ગુરુ ચરણે રતી, એઈ સે ઉત્તમ ગતિ.
પ્રભુપાદ: શ્રી ગુરુ ચરણે રતી, એઈ સે, ઉત્તમ ગતિ. જો તમારે વાસ્તવિક પ્રગતિ કરવી છે, તો તમારે શ્રી ગુરુના ચરણ પદ્મ પ્રતિ નિષ્ઠાપૂર્વક શ્રદ્ધા રાખવી પડશે. પછી?
ભક્ત: યે પ્રસાદે પૂરે સર્વ આશા.
પ્રભુપાદ: પ્રસાદે પૂરે સર્વ આશા. યસ્ય પ્રસાદાત... આ છે ઉપદેશ સમસ્ત વૈષ્ણવ સિદ્ધાંતમાં. તો જ્યા સુધી આપણે આવી રીતે ના કરીએ, આપણે મૂઢ રહીએ, અને તે આ અજામિલ ઉપાખ્યાનમાં સમજાવેલું છે. તો આજે આપણે આ શ્લોક વાંચી રહ્યા છીએ, સ એવમ વર્તમાના: અજ્ઞ: ફરીથી તેઓ કહે છે. ફરીથી વ્યાસદેવ કહે છે કે "આ ધૂર્ત તેમાં સ્થિત હતો, તેના પુત્ર, જેનું નામ નારાયણ હતું, તેની સેવામાં લીન હતો." તેને ખબર ન હતી... "આ શું છે અર્થહીન નારાયણ?" તે તેના પુત્રને જ જાણતો હતો. પણ નારાયણ, એટલા દયાવાન છે કે કારણ કે તે સતત તેના પુત્રને બોલાવતો હતો, "નારાયણ, અહી આવ તો. નારાયણ આ લે તો," તો કૃષ્ણે તેમ સ્વીકારી લીધું કે "તે નારાયણ નામનો જપ કરે છે." કૃષ્ણ એટલા કૃપાળુ છે. તેણે ક્યારેય એવું ન હતું વિચાર્યું કે "હું નારાયણ પાસે જાઉં છું." તેને તેનો પુત્ર જ જોઈતો હતો કારણ કે તેને સ્નેહ હતો. પણ તેને અવસર પ્રાપ્ત થયો હતો નારાયણના પવિત્ર નામનો જપ કરવાનો. તે તેનું સૌભાગ્ય છે. તેથી, આના મુજબે, અમે નામ બદલીએ છીએ. કેમ? કારણ કે બધા નામનો હેતુ છે કૃષ્ણના સેવક બનવું. તો જેમ કે ઉપેન્દ્ર. ઉપેન્દ્ર એટલે વામનદેવ. તો જો તમે બોલો, "ઉપેન્દ્ર, ઉપેન્દ્ર" કે તેવી જ રીતે, તે નામ બોલાયું ગણવામાં આવે છે. તો તે પછી સમજાવવામાં આવશે.