GU/Prabhupada 0021 - આ દેશમાં આટલા બધા છૂટાછેડા કેમ થાય છે
Lecture on SB 6.1.26 -- Honolulu, May 26, 1976
તો આ જીવનની સામાન્ય વિધિ છે. બધા જ આ ભૌતિક કાર્યોમાં સંલગ્ન્ન છે, અને ભૌતિક જીવનનો મૂળ સિદ્ધાંત છે ગૃહસ્થ, પારિવારિક જીવન. પારિવારિક જીવન, વેદિક પદ્ધતિ મુજબ, કે ક્યાંય પણ, તે જવાબદારી છે પત્ની અને બાળકોને પોષણ પૂરું પાડવાની. બધા સંલગ્ન્ન છે. તેઓ વિચારે છે કે આ જ એક માત્ર કર્તવ્ય છે. "કુટુંબ નું ભરણ પોષણ કરવું, તે મારું કર્તવ્ય છે. જેટલું સુખદાયકરીતે હોઈ શકે તેટલું. તે મારું કર્તવ્ય છે." વ્યક્તિ તેમ નથી વિચારતો કે આ પ્રકારનું કર્તવ્ય પશુઓ દ્વારા પણ કરવામાં આવે છે. તેમને પણ પોતાના બાળકો છે, અને તેઓ તેમને ખવડાવે છે. તો અંતર શું છે? તેથી અહી "મૂઢ" શબ્દ નો પ્રયોગ કરવા માં આવ્યો છે. મૂઢ એટલે ગધેડો. જે વ્યક્તિ આવા કર્તવ્યોમાં રત છે, ભૂંજાન: પ્રપિબન ખાદન. પ્રપિબન. પ્રપિબન એટલે પીવું, અને ભૂંજાન: એટલે ખાવું. ખાતા સમયે, પીતા સમયે, ખાદન, ચાવતા સમયે, ચરવા ચસ્ય રજ પ્રેય ચાર પ્રકારની ખાદ્ય વસ્તુઓ હોય છે. કોઈક વાર આપણે ચાવીએ છીએ, કોઈક વાર આપણે ચાટીએ છીએ, કોઈક વાર આપણે ગળીએ છીએ, અને કોઈક વાર આપણે પીએ છીએ. તો ચાર પ્રકાર ના ખાદ્યપદાર્થો હોય છે. તેથી આપણે ગાઈએ છીએ ચતુ: વિધા શ્રી ભગવત પ્રસાદાત. ચતુ: વિધા એટલે ચાર પ્રકારના. તો આપણે અર્ચા વિગ્રહોને આ ચાર પ્રકારના કેટલી બધી વાનગીઓ અર્પણ કરી શકીએ છીએ. કોઈક વાર ચાવવામાં આવે છે, કોઈક વાર ચૂસવામાં આવે છે, કોઈક વાર ગળવામાં આવે છે. તે રીતે.
તો ભૂંજાન: પ્રપિબન ખાદન બાલકમ સ્નેહ યંત્રીતઃ પિતા અને માતા બાળકોની દેખભાળ કરે છે, કેવી રીતે તેમને ભોજન આપવું. આપણે જોયું છે માતા યશોદા કૃષ્ણને ખવડાવે છે. તે જ વસ્તુ. આ અંતર છે. આપણે સામાન્ય બાળકને ખવડાવીએ છીએ, જે બિલાડી અને કુતરા પણ કરે છે પણ માતા યશોદા કૃષ્ણને ખવડાવે છે. તે જ ક્રિયા. ક્રિયામાં કોઈ અંતર નથી, પણ એકમાં કૃષ્ણ કેન્દ્રમાં છે અને બીજામાં આપણા તરંગો. તે અંતર છે. જ્યારે તે કૃષ્ણ-કેન્દ્રિત છે, ત્યારે તે આધ્યાત્મિક છે, અને જ્યારે તે તરંગો કેન્દ્રિત છે, ત્યારે તે ભૌતિક છે. ભૌતિક વિષયોમાં કોઈ અંતર નથી.... આ અંતર છે.
જેમ કે... કામ વાસનાઓ અને પ્રેમ, શુદ્ધ પ્રેમ, માં અંતર છે. કામ વાસના અને પ્રેમમાં શું અંતર છે? અહી આપણે મિશ્રિત કરીએ છીએ, પુરુષ અને સ્ત્રી, કામ વાસનાઓથી મિશ્રિત થાય છે, અને કૃષ્ણ પણ ગોપીઓ સાથે મળે છે. બાહ્ય રૂપથી બંને એક જ વસ્તુ લાગે છે. છતાં શું અંતર છે? તો આ અંતર ચૈતન્ય ચરિતામૃતના લેખક દ્વારા સમજાવેલ છે, કે કામ અને પ્રેમ વચ્ચે શું અંતર છે? તે સમજાવવામાં આવેલું છે. તેમણે કહ્યું છે, આત્મેન્દ્રિય પ્રીતિ વાંછા તારે બલિ અકામ (ચૈ.ચ. આદિ ૪.૧૬૫), "જ્યારે મારે મારી ઇન્દ્રિયોને તૃપ્ત કરવી છે, તે કામ છે." પણ કૃષ્ણેન્દ્રિય પ્રીતિ વાંછા ધરે 'પ્રેમ' નામ, "અને જ્યારે આપણે કૃષ્ણની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવી હોય છે, તે પ્રેમ છે." તે અંતર છે. અહી આ ભૌતિક જગતમાં કોઈ પ્રેમ નથી કારણકે પુરુષ અને સ્ત્રી, તેમને કઈ ખ્યાલ નથી કે, "હું પુરુષ સાથે મળું છુ, પુરુષ કે જે મારી સાથે ઈચ્છાઓની પૂર્તિ કરે છે." ના. "હું મારી ઈચ્છાઓની પૂર્તિ કરીશ." આ મૂળ સિદ્ધાંત છે. પુરુષ એમ વિચાર કરે છે કે "આ સ્ત્રી સાથે મળીને હું મારી ઈચ્છાઓની પૂર્તિ કરીશ," અને સ્ત્રી એમ વિચારે છે કે, "આ પુરુષ સાથે મળીને હું મારી ઈચ્છાની પૂર્તિ કરીશ." તેથી તે પશ્ચાત દેશો માં ખુબજ અગ્રણી છે, જેવી પોતાની ઇન્દ્રિય તૃપ્તિમાં કોઈ પણ કમી આવે છે, તરત જ છૂટાછેડા. આ છે મનોવૈજ્ઞાનિક, કેમ આ દેશમાં આટલા બધા લગ્ન વિચ્છેદ થાય છે. મૂળ કારણ છે કે "જેવુ મને સંતુષ્ટિ નથી મળતી, ત્યારે મને નથી જોઈતું." તે શ્રીમદ ભાગવતમમાં કહેલું છે: દામ્પત્યમ રતિમ એવ હી (શ્રી.ભા. ૧૨.૨.૩). આ યુગમાં, પતિ અને પત્ની એટલે મૈથુન ભોગ, વ્યક્તિગત. એવો કોઈ પ્રશ્ન જ નથી કે, "આપણે સાથે રહીશું; આપણે કૃષ્ણને સંતુષ્ટ કરીશું તાલીમ લઈને કે કેવી રીતે કૃષ્ણને સંતુષ્ટ કરવા. " તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે.