GU/Prabhupada 0024 - કૃષ્ણ ખૂબ જ દયાળુ છે



Lecture on SB 3.25.26 -- Bombay, November 26, 1974

જ્યારે અર્જુન કૃષ્ણના મુખની સામે જોતો હતો - કૃષ્ણ ભગવદ ગીતા શીખવતા હતા - તે કૃષ્ણને જોવું અને ભગવદ ગીતા ને વાંચવી, તે એક જ વાત છે. કોઈ પણ અંતર નથી. કોઈ કહે છે, "અર્જુન ભાગ્યશાળી હતો કૃષ્ણને સાક્ષાત જોવા માટે અને તેમની શિક્ષા લેવા માટે." તે ઠીક નથી. કૃષ્ણ, તેમના તરતજ દર્શન કરી શકાય છે, શરત છે કે તમને જોવા માટે આંખો હોય. તેથી એવું કહેલું છે, પ્રેમાંન્જાનછુરીત... પ્રેમ અને ભક્તિ, એકજ વસ્તુ. પ્રેમાંન્જાનછુરીત ભક્તિવિલોચનેન સન્તઃ સદૈવ હ્રદયેષુ વિલોકયંતી [બ્ર.સ. ૫.૩૮].

આ સંબંધે હું એક કથાનો પાઠ કરીશ, કે દક્ષિણ ભારતમાં એક બ્રાહ્મણ હતો, રંગનાથ મંદિરમાં, તે ભગવદ ગીતા ભણી રહ્યો હતો. અને તે અભણ હતો. તેને સંસ્કૃતની પણ જાણ ન હતી કે કોઈ પણ અક્ષરનું પણ, અભણ. તો પાડોશના લોકો, તેઓ જાણતા હતા કે, "આ વ્યક્તિ અભણ છે, અને તે ભગવદ ગીતા ભણી રહ્યો છે." તે ભગવદ ગીતા ખોલી રહ્યો છે, "ઉહ, ઉહ," તેવી રીતે તે કરતો હતો. તો કોઈએ મશ્કરી કરી, "તો હે બ્રાહ્મણ, તું કેવી રીતે ભગવદ ગીતા વાંચી રહ્યો છે?" તે સમજી ગયો કે, "આ માણસ મશ્કરી કરે છે કારણ કે હું અભણ છું." તો આ રીતે, ચૈતન્ય મહાપ્રભુ પણ તે દિવસે રંગનાથ મંદિરમાં આવેલા હતા, અને તેઓ સમજી ગયા કે, "અહિયાં એક ભક્ત છે." તો તેઓ તેની પાસે ગયા અને તેને પૂછ્યું, "મારા પ્રિય બ્રાહ્મણ, તમે શું વાંચી રહ્યા છો?" તો તે પણ સમજી ગયો કે "આ માણસ મશ્કરી નથી કરી રહ્યા" તો તેણે કહ્યું, "શ્રીમાન, હું ભગવદ ગીતાને વાંચી રહ્યો છું. હું પ્રયત્ન કરું છું ભગવદ ગીતાને વાંચવાનો, પણ હું અભણ છું. તો મારા ગુરુ મહારાજે કહ્યું છે કે 'તારે રોજ અઢાર અધ્યાય વાંચવાના છે.' તો મારી પાસે કોઈ જ્ઞાન નથી. હું વાંચી નથી શકતો. છતાં, મારા ગુરુ મહારાજે કહ્યું છે, એટલે હું તેમની આજ્ઞાનું પાલન કરવાનો પ્રયત્ન કરું છું અને પૃષ્ટોને ખોલું છું, બસ. મને તેને કેવી રીતે વાંચવું તે આવડતું નથી." ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે "તમે કોઈક વાર રડો છો, હું જોઉ છું." પછી, "હા, હું રડું છું." "તમે કેવી રીતે રડો છો જો તમે વાંચી નથી શકતા તો?" "ના, કારણ કે જ્યારે હું ભગવદ ગીતા પુસ્તકને લઉં છું, હું એક ચિત્ર જોઉ છું, કે કૃષ્ણ એટલા દયાળુ છે કે તે અર્જુનના સારથી બની ગયા છે. તે તેમના ભક્ત છે. પણ શ્રી કૃષ્ણ એટલા દયાળુ છે કે તે સેવકનું સ્થાન સ્વીકારી શકે છે. કારણ કે અર્જુન આજ્ઞા આપી રહ્યા હતા, 'મારા રથને અહી રાખો' અને કૃષ્ણ તેમની સેવા કરી રહ્યા હતા. તો કૃષ્ણ એટલા બધા દયાળુ છે. તો જયારે હું આ ચિત્રનું મારા મનમાં દર્શન કરું છું, હું રડું છું." તો ચૈતન્ય મહાપ્રભુએ તરતજ તેમને આલિંગન કરી લીધું, કે "તમે ભગવદ ગીતાને ભણી રહ્યા છો. કોઈ પણ શિક્ષણ વગર, તમે ભગવદ ગીતાને ભણી રહ્યા છો." તેઓ તેને ભેટી પડ્યા.

તો આ છે... કેવી રીતે તે ચિત્રને જોઈ રહ્યો હતો? કારણ કે તે કૃષ્ણનો પ્રેમી હતો, તેનો કોઈ અર્થ નથી, કે તે શ્લોક વાંચી શકતો હતો કે નહીં. પણ તે કૃષ્ણના પ્રેમમાં લીન હતો અને તે જોઈ રહ્યો હતો, કૃષ્ણ ત્યાં બેઠા હતા, અને તે અર્જુનના રથને હાંકી રહ્યા હતા. તેની જરૂર છે.