GU/Prabhupada 0029 - બુદ્ધે અસૂરોને છેતર્યા



Sri Isopanisad, Mantra 1 -- Los Angeles, May 3, 1970

તો ભગવાન બુદ્ધે અસુરોને છેતર્યા. કેમ છેતર્યા? સદય હ્રદય દર્શિત પશુ ઘાતમ. તેઓ ખુબજ દયાળુ હતા. ભગવાન હમેશા બધા જીવો પ્રતિ કૃપાળુ હોય છે કારણ કે દરેક તેમની સંતાન છે. તો આ ધૂર્તો અનિયંત્રિત રૂપે હત્યા કરી રહ્યા હતા, પશુ-હત્યા... અને જો તમે કહો, "ઓહ, કેમ તમે પશુ-હત્યા કરો છો?" તેઓ તરત જ કહેશે, "ઓહ, તે વેદમાં લખ્યું છે, પશવો વધાય સૃષ્ટ." વેદોમાં પશુ-હત્યા છે, પણ તેનો હેતુ શું છે? તે છે વેદિક મંત્રનું પરીક્ષણ. પશુને અગ્નિમાં નખાય છે, અને વેદિક મંત્ર દ્વારા તેને નવજીવન મળે છે. આ છે યજ્ઞ, પશુ યજ્ઞ. એમ નથી કે ખાવા માટે. તે માટે જ કલિયુગમાં ચૈતન્ય મહાપ્રભુએ કોઈ પણ પ્રકારનો યજ્ઞ નિષેધ કર્યો છે. કારણકે કોઈ પણ નિપુણ બ્રાહ્મણ નથી જે મંત્રોનો જપ કરી શકે અને વેદિક મંત્રોનો પ્રયોગ કરે છે કે, "અહી તે બહાર આવે છે." એટલે કે... યજ્ઞ કરવા પહેલા, કે મંત્રની શક્તિ શું છે, તેનું પરીક્ષણ થતું હતું પશુને અર્પણ કરી અને તેને નવજીવન આપીને. ત્યારે તે સમજવામાં આવે છે કે જે આ મંત્રનો જપ કરે છે તે સાચો બ્રાહ્મણ છે. તે પરીક્ષા છે. પશુ-હત્યા માટે નથી. પણ આ ધૂર્તો, પશુઓના ભક્ષણ માટે, તેમ કહે છે, "અહી પશુ હત્યા કરવાની મંજૂરી છે."

જેમ કે કલકત્તામાં... તમે કલકત્તા ગયા છો? અને ત્યાં એક શેરી છે, કોલેજ શેરી. હવે તેનું નામ બદલાઈ ગયું છે. હું વિચારું છું કે તેનું નામ હવે વિધાન રાય (?).જેમ કે.. કઈ વાંધો નહીં, તો થોડા કતલખાના છે. તો કતલખાના એટલે હિંદુઓ, તેઓ મુસ્લિમોની દુકાનોથી માંસ ખરીદતા નથી. તે અશુદ્ધ છે. તે જ વસ્તુ: મળ આ બાજુ કે બીજી બાજુ. તેઓ માંસ ખાય છે, હિંદુની દુકાનમાં શુદ્ધ છે, અને મુસ્લિમની દુકાનમાં અશુદ્ધ છે. આ માનસિક ઉપજાવ છે. ધર્મ તેવી રીતે ચાલી રહ્યો છે. તેથી... તેઓ લડી રહ્યા છે, "હું હિંદુ છું," "હું મુસ્લિમ છું," "હું ખ્રિસ્તી છું." કોઈને પણ ધર્મ ખબર નથી. તમે જોયું? તેઓએ ધર્મનો ત્યાગ કરી દીધો છે, આ લુચ્ચાઓ. કોઈ ધર્મ નથી. સાચો ધર્મ છે, કૃષ્ણ ભાવનામૃત, જે આપણને શીખવાડે છે કેવી રીતે ભગવાનને પ્રેમ કરવો. બસ. તે જ ધર્મ છે. કોઈ પણ ધર્મ, તેનો ફરક નથી પડતો કે તે હિંદુ ધર્મ છે, કે મુસ્લિમ ધર્મ, કે ખ્રિસ્તી ધર્મ, જો તમે ભગવાન પ્રતિ પ્રેમનો વિકાસ કરો છો, તો તમે તમારા ધર્મમાં પૂર્ણ છો.