GU/Prabhupada 0032 - મારે જે પણ કહેવું છે, તે મારા પુસ્તકોમાં કહ્યું છે



Arrival Speech -- May 17, 1977, Vrndavana

પ્રભુપાદ: તો હું બોલી નથી શકતો. મને ખૂબ કમજોરી લાગે છે. મારે બીજી જગ્યાએ જવાનું હતું જેમ કે ચંડીગઢમાં કાર્યક્રમ છે, પણ મે કાર્યક્રમને રદ કરી દીધો કારણકે મારા સ્વાસ્થ્યની સ્થિતિ ખુબજ બગડી રહી છે. તો મે વૃંદાવન આવવાનું પસંદ કર્યું. જો મૃત્યુ થશે, તેને અહી થવા દો. તો નવું કઈ પણ કહેવાનું નથી રહ્યું. મારે જે પણ કહેવું છે, મે મારી પુસ્તકોમાં કહ્યું છે. હવે તમે તે સમજવાનો પ્રયત્ન કરો અને તમારી સાધના કરો. હું અહી હાજર હોવું કે નહીં, તેનાથી કોઈ ફરક નથી પડતો. જેમ કૃષ્ણ સદા માટે રહે છે, તેવી જ રીતે, જીવ પણ સદા માટે રહે છે. પણ કીર્તીર યસ્ય સ જીવતી: "જેણે ભગવાન માટે સેવા કરી છે તે હમેશ માટે રેહશે." તો તમને કૃષ્ણની સેવા કેવી રીતે કરવી તે શીખાડવામાં આવ્યું છે, અને કૃષ્ણ સાથે આપણે હમેશા રહીશું. આપણું જીવન શાશ્વત છે. ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). આ દેહનું અસ્થાયી રૂપે અપ્રકટ થવું, તેનું કઈ વધુ મહત્વ નથી. આ દેહ અપ્રકટ થવા માટે બન્યું છે. તથા દેહન્તાર પ્રાપ્તિ: (ભ.ગી. ૨.૧૩). તો કૃષ્ણની સેવા કરીને હમેશ માટે જીવિત રહો.

આપનો ખૂબ ખૂબ આભાર.

ભક્તો: જય!