GU/Prabhupada 0040 - અહી એક પરમ પુરુષ છે



Lecture on BG 16.8 -- Tokyo, January 28, 1975

લાખો અને કરોડો અને અબજો જીવો છે અને બધાના હૃદયમાં, તેઓ બેઠા છે.

સર્વસ્ય ચાહમ હ્રદી સંનીવીષ્ટો
મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ

(ભ.ગી. ૧૫.૧૫)

તેઓ તેવી રીતે સંચાલન કરે છે. તો જો આપણે એમ વિચારશું કે તેઓ પણ આપણા જેવા એક નિયંત્રક છે, તો આપણે ભૂલ કરીએ છે. તે નિયંત્રક છે. એક નિયંત્રક છે. અનંત જ્ઞાનથી અને અનંત સહાયકોના મદદથી, અને અનંત શક્તિથી, તેઓ સંચાલન કરે છે. આ નિરાકારવાદીઓ, તેઓ એક વ્યક્તિ આટલા બધો શક્તિશાળી હોય એમ વિચારી નથી શકતા. તેથી તેઓ નિરાકારવાદી બની જાય છે. તેઓ વિચારી નથી શકતા.. નિરાકારવાદી, તેઓ કલ્પના નથી કરી શકતા કે... તેઓ કલ્પના કરે છે, "જો કોઈ વ્યક્તિ છે, તો તે મારા જેવો જ હશે. હું આ નથી કરી શકતો. તેથી તે પણ ના કરી શકે." તેથી તેઓ મૂઢ છે. અવજાનંતી મામ મૂઢા: (ભ.ગી. ૯.૧૧). તેઓ કૃષ્ણ સાથે પોતાની સરખામણી કરે છે. જેમ તે વ્યક્તિ છે, તેમજ કૃષ્ણ પણ વ્યક્તિ છે. તે જાણતો નથી. વેદ આપણને જાણકારી આપે છે, "જોકે તેઓ પણ એક વ્યક્તિ છે, તે અનંત જીવોનું પાલન કરે છે." તે તેમને ખબર નથી. એકો યો બહુનામ વિદધાતી કામાન. તેઓ એક વ્યક્તિ છે, તેઓ કેટલા લાખો, કરોડો, અબજો વ્યક્તિઓનું પાલન કરે છે. આપણે દરેક, વ્યક્તિ છે. હું વ્યક્તિ છુ. તમે વ્યક્તિ છો. કીડી એક વ્યક્તિ છે. બિલાડી એક વ્યક્તિ છે. કુતરો એક વ્યક્તિ છે, અને જંતુ પણ એક વ્યક્તિ છે. વૃક્ષ વ્યક્તિ છે. દરેક એક વ્યક્તિ છે. દરેક એક વ્યક્તિ છે. અને એક બીજા વ્યક્તિ છે. તે ભગવાન છે, કૃષ્ણ. તે એક વ્યક્તિ આ લાખો, કરોડો અને અબજો પ્રકારના જીવોનું પાલન કરે છે. આ છે વેદિક ઉપદેશ..એકો યો બહુનામ વિદધાતી કામાન, નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). આ માહિતી છે.

તો કૃષ્ણ પણ ભગવદ ગીતા માં કહે છે,

અહં સર્વસ્ય પ્રભવો
મત્તઃ સર્વમ પ્રવર્તતે
ઇતિ મત્વા ભજન્તે મામ...
(ભ.ગી. ૧૦.૮)

તેથી એક ભક્ત, જ્યારે તે પૂર્ણ રૂપથી સમજી જાય છે કે, "અહી એક પરમ પુરુષ છે, જે નેતા છે, જે નિયંત્રક છે, અને જે બધાના પાલનકર્તા છે," પછી તે તેમને શરણાગત થાય છે અને તેમનો ભક્ત બને છે.