GU/Prabhupada 0049 - આપણે પ્રકૃતિના નિયમો દ્વારા બદ્ધ છીએ



Arrival Talk -- Aligarh, October 9, 1976

તો આ સંકીર્તન બધી રીતે ભવ્ય છે. તે ચૈતન્ય મહાપ્રભુના આશીર્વાદ છે. પરમ વિજયતે શ્રી કૃષ્ણ સંકીર્તનમ. આ તેમના આશીર્વાદ છે. આ યુગમાં માત્ર સંકીર્તનથી તે વૈદિક સાહિત્યમાં સ્થાપિત છે, વેદાંત સૂત્રમાં. શબ્દાદ અનાવૃત્તિ, અનાવૃત્તિ, મુક્તિ. આપણી પ્રસ્તુત અવસ્થા બદ્ધ અવસ્થા છે. આપણે પ્રકૃતિના નિયમો દ્વારા બદ્ધ છીએ. આપણે મૂર્ખતાવશ સ્વતંત્રતાની ઘોષણા કરી શકીએ છીએ - પણ તે આપણી મૂર્ખતા છે - પણ વાસ્તવમાં આપણે પ્રકૃતિના નિયમો દ્વારા બદ્ધ છીએ.

પ્રકૃતે: ક્રીયામાણાની

ગુણે: કર્માણી સર્વશ:

અહંકાર વિમૂઢાત્મા
કર્તાહમ..
(ભ.ગી. ૩.૨૭)

આપણે પ્રકૃતિના નિયમો દ્વારા બદ્ધ છીએ, પણ જે મુર્ખ છે, વિમૂઢાત્મા, જે જૂઠી પ્રતિષ્ટા હેઠળ છે, તેવો વ્યક્તિ એમ વિચારે છે, કે તે સ્વતંત્ર છે. ના. તેવું નથી. તો આ ગેરસમજ છે. તો આ ગેરસમજને સ્પષ્ટ કરવી પડશે. તે જીવનનું લક્ષ્ય છે. તેથી ચૈતન્ય મહાપ્રભુ આપણને ભલામણ કરે છે કે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ, પછી લાભનો પેહલો ભાગ છે ચેતો દર્પણ માર્જનમ ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨). કારણકે ગેરસમજ એટલે કે હૃદયમાં. હૃદય સ્પષ્ટ છે, ચિત્ત સ્પષ્ટ છે, તો કોઈ પણ ગેરસમજ નથી. તો આ ચેતનાને સ્વચ્છ કરવી પડશે. અને તે હરે કૃષ્ણનો જપ કરવાનો માત્ર પહેલો લાભ છે. કિર્તાનાદ એવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત (શ્રી.ભા. ૧૨.૩.૫૧). ફક્ત કૃષ્ણનું નામ, કૃષ્ણસ્ય, કૃષ્ણનું પવિત્ર નામ, હરે કૃષ્ણ, જપવાથી. હરે કૃષ્ણ, હરે રામ, એકજ વસ્તુ છે. રામ અને કૃષ્ણમાં કોઈ પણ અંતર નથી. રામાદિ મુર્તીષુ કલા નિયમેન તિષ્ઠન (બ્ર.સં. ૫.૩૯). તો તમને જરૂર છે. આપણી વર્તમાન અવસ્થા ગેરસમજની છે. કે, "હું આ ભૌતિક પ્રકૃતિનું એક ઉત્પાદન છું," "હું આ શરીર છું." "હું ભારતીય છું," "હું અમેરિકી છું," "હું બ્રાહ્મણ છું," "હું ક્ષત્રીય છું," અને તે રીતે... કેટલી બધી ઉપાધિઓ. પણ આપણે તેમાંથી કોઈ પણ નથી. આ છે સ્વચ્છ કરવું. ચેતો દર્પણ. જ્યારે તમે સ્પષ્ટ રૂપે સમજી જશો કે "હું ભારતીય નથી, હું અમેરિકી નથી, હું બ્રાહ્મણ નથી, હું ક્ષત્રીય નથી" મતલબ "હું આ શરીર નથી" - ત્યારે આપણી ચેતના અહં બ્રહ્માસ્મિ હશે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતિ (ભ.ગી. ૧૮.૫૪). આની જરૂર છે. આ જીવનની સફળતા છે.