GU/Prabhupada 0058 - આધ્યાત્મિક દેહ એટલે કે શાશ્વત જીવન



Lecture on BG 2.14 -- Mexico, February 14, 1975

વાસ્તવમાં, આધ્યાત્મિક શરીર એટલે કે જ્ઞાન અને આનંદથી ભરેલું શાશ્વત જીવન. આ શરીર જે વર્તમાન સમયે આપણને છે, ભૌતિક શરીર, તે ન તો શાશ્વત છે, ન તો આનંદમય, ન તો જ્ઞાનમય. આપણે બધા જાણીએ છીએ કે આ ભૌતિક શરીર એક દિવસ સમાપ્ત થઈ જશે. અને તે અજ્ઞાનથી ભરેલું છે. આપણે કઈ પણ કહી નથી શકતા, કે આ દિવાલની પાછળ શું છે. આપણી પાસે ઇન્દ્રિયો છે, પણ તે બધી સીમિત છે, અપૂર્ણ. કોઈક વાર આપણે ખુબજ અહંકાર કરે છીએ જોવા માટે અને પડકાર આપીએ છીએ, "શું તમે મને ભગવાન બતાવી શકો?" પણ આપણે તે ભૂલી જઈએ છીએ કે જેવો પ્રકાશ જતો રહે છે, મારી જોવાની શક્તિ જતી રહે છે. તેથી સમસ્ત શરીર અપૂર્ણ છે અને અજ્ઞાનથી ભરેલું છે. આધ્યાત્મિક જ્ઞાન એટલે જ્ઞાનથી પૂર્ણ, એકદમ ઊલટું. તો આપણને તે શરીર આગલા જન્મમાં મળી શકે, અને આપણે તે શરીર કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ તેની કેળવણી કરવી પડે. ઉચ્ચ ગ્રહલોકોમાં આગલું શરીર મળે તેના માટે આપણે કેળવાઈ શકીએ છીએ અથવા આપણે આગલું શરીર બિલાડા અને કુતરાનું મળે તેના માટે કેળવાઈ શકીએ છીએ, અને આપણે આવું શાશ્વત, જ્ઞાનમય શરીર મળે તેવી કેળવણી પણ લઈ શકીએ છીએ. તેથી સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ આગળનું શરીર આનંદ, જ્ઞાન અને શાશ્વતતાથી ભરેલું હોય તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે, તે ભગવદ ગીતા માં સમજાવેલું છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમઃ (ભ.ગી. ૧૫.૬). તે જગ્યા, તે લોક, કે તે આકાશ, જ્યાં તમે જશો તો તમે ફરી પાછા આ ભૌતિક જગતમાં ફરી નહીં આવો. આ ભૌતિક જગતમાં, ભલે તમે સૌથી ઉચા લોક, બ્રહ્મલોકમાં પહોંચી જાઓ, છતાં, તમારે પાછુ આવવું પડશે. અને જો તમે તમારો શ્રેષ્ઠ પ્રયત્ન કરશો આધ્યાત્મિક જગતમાં જવા માટે, ભગવદધામ જાવા માટે, તમારે ફરીથી અહી ભૌતિક શરીરને સ્વીકારવા માટે નહીં આવવું પડે.