GU/Prabhupada 0065 - દરેક વ્યક્તિ સુખી થશે



Arrival Lecture -- Gainesville, July 29, 1971

મહિલા અતિથી: તમારા આંદોલનમાં બીજા વ્યક્તિઓ માટે જગ્યા છે કે જેઓ કૃષ્ણની પરોક્ષ રૂપે સેવા કરે છે અને આખો દિવસ હરે કૃષ્ણનો જપ નથી કરતા?

પ્રભુપાદ: ના, વિધિ એમ છે, જેમ તમે વૃક્ષના મૂળઉપર જળ નાખો, ત્યારે જળ તેના પાંદડા, શાખા, ડાળીઓમાં વિતરિત થાય છે, અને બધુંજ તાજું રહે છે. પણ તમે જો માત્ર પાંદડા ઉપરજ જળ નાખશો, ત્યારે પાંદડું પણ સુકાઈ જશે,અને વૃક્ષ પણ સુકાઈ જશે. જો તમે ખાદ્યપદાર્થ તમારા પેટમાં નાખશો, ત્યારે શક્તિનો સંચાર તમારા આંગળી, તમારા વાળ, તમારા નખ અને બીજી બધી જગ્યાએ થશે. અને તમે ભોજન માત્ર તમારા હાથમાં લેશો અને પેટમાં નહી નાખો, તો તે વ્યર્થ હશે. તો આ બધી માનવીય સેવા વ્યર્થ છે કારણ કે કૃષ્ણ ભાવનામૃત નથી. તેઓ કેટલા બધા પ્રકારથી માનવ સમાજની સેવા કરવા માટે પ્રયત્ન કરે છે, પણ તે બધાજ તે વ્યર્થ પ્રયત્નમાં નિરાશ થાય છે, કારણ કે કૃષ્ણ ભાવનામૃત નથી. અને જો લોકોને કૃષ્ણ ભાવનામૃતમાં પ્રશિક્ષણ અપાશે, ત્યારે આપમેળે બધાજ સુખી થશે. જે પણ ભાગ લેશે, જે પણ સાંભળશે, જે પણ સહકાર કરશે - તે બધાજ સુખી થશે. તો અમારી વિધિ સ્વાભાવિક વિધિ છે. તમે ભગવાનને પ્રેમ કરો, અને જો તમે ભગવાનને પ્રેમ કરવામાં નિષ્ણાત છો, તો તમે બધાને પ્રેમ કરશો. જેમ કે કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ, કારણ કે તે ભગવાનને પ્રેમ કરે છે, તે પશુઓને પણ પ્રેમ કરે છે. તે પશુ, પક્ષી, બધાને પ્રેમ કરે છે. પણ તથાકથિત લોકોપકારી પ્રેમ એટલે કે તે કોઈ માણસને પ્રેમ કરે છે, પણ પશુઓની હત્યા થાય છે. કેમ તેઓ આ પ્રણીઓને પ્રેમ નથી કરતા? કારણકે અપૂર્ણ. પણ કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ ક્યારેય પણ પશુની હત્યા નહીં કરે અથવા પશુને કષ્ટ પણ નહીં આપે. પણ તે વિશ્વવ્યાપક પ્રેમ છે. તમે માત્ર તમારા ભાઈને કે બહેનને પ્રેમ કરશો, તે વિશ્વવ્યાપક પ્રેમ નથી. વિશ્વવ્યાપક પ્રેમ એટલે કે તમે બધાને પ્રેમ કરો. તે વિશ્વવ્યાપક પ્રેમ કૃષ્ણ ભાવનામૃતથી વિકસિત થાય છે, બીજા કોઇથી નહીં.

મહિલા અતિથી: મને ખબર છે થોડા ભક્તોને સંબંધોનો ત્યાગ કરવો પડ્યો હતો, કેહવા માટે, તેમના આ ભૌતિક જગતના માતાપિતાથી અને તે તેમને થોડુક દુઃખ આપે છે, કારણકે તેમના માતાપિતા સમજતા નથી. હવે તમે તેમને શું કહેશો કે જેથી તેમના માટે તે થોડું સરળ બને?

પ્રભુપાદ: હવે, જે છોકરો કૃષ્ણ ભાવનામૃતમાં છે, તે તેમના માતા-પિતા, બંધુજન, દેશના લોકોને, અને માનવસમાજને શ્રેષ્ઠ સેવા આપે છે. કૃષ્ણ ભાવનાભાવિત થયા વગર તે તેના માતા-પિતાની શું સેવા કરે છે? ઘણુખરું તેઓ અલગ રહેતા હોય છે. પણ, જેમ પ્રહલાદ મહારાજ એક મહાન ભક્ત હતા અને તેમના પિતા એક મહાન અભક્ત હતા, એટલા બધા કે તેમના પિતાનો નરસિંહદેવ દ્વારા વધ થયો હતો, પણ પ્રહલાદ મહારાજને, જ્યારે તેમને ભગવાને કોઈ વરદાન માગવા માટે આદેશ કર્યો, તેમણે કહ્યું કે "હું કોઈ વેપારી નથી, સાહેબ, કે તમને કઈ સેવા આપવાથી હું તમારી પાસેથી કઈક પાછું લઈશ. કૃપયા મને ક્ષમા કરજો." નરસિંહદેવ ખુબજ સંતુષ્ટ થયા હતા: "અહી એક શુદ્ધ ભક્ત છે." પણ તેજ શુદ્ધ ભક્તે ભગવાનને વિનતી કરી હતી કે, "હે મારા નાથ, મારા પિતા નાસ્તિક હતા, અને તેમણે ઘણા બધા અપરાધો કર્યા હતા, તો હું ભીખ માગું છું કે મારા પિતાને મુક્તિ મળે." અને નરસિંહદેવે કહ્યું કે, "તારા પિતા મુક્ત થઈ ગયા છે કારણકે તું તેનો પુત્ર છે. તેના બધા અપરાધો છતાં, તે મુક્ત છે, કારણ કે તું તેનો પુત્ર છે. માત્ર તારા પિતાજ નહીં, પણ તારા પિતાના પિતા, તેના પિતા સાત પેઢી સુધી, તેઓ બધાજ મુક્ત થઈ ગયા છે." તો જો પરિવારમાં એક વૈષ્ણવ જન્મ લેશે, તો તે માત્ર તેના પિતાને જ નહીં, પણ તેના પિતા, તેના પિતા, તેના પિતા, આ રીતે. પણ કૃષ્ણ ભાવનાભાવિત બનવું, તે પરિવારની સૌથી શ્રેષ્ઠ સેવા છે. વાસ્તવમાં, તે થયું છે. મારો એક વિદ્યાર્થી, કાર્તિકેય, તેની માતા આ સમાજથી એટલી પ્રેરિત હતી કે જ્યારે પણ તે તેની માતાને જોવાની ઈચ્છા કરતો, માતા કહેતી "બેસી જા. હું નૃત્ય પાર્ટીમાં જઉ છું." તેવો સંબંધ હતો. છતાં, કારણ કે તે, આ છોકરો, કૃષ્ણ ભાવનાભાવિત છે, તે તેની માતાને કૃષ્ણ વિષે કેટલી વાર કેહતો હતો. અને તેની મૃત્યુના સમયે તેની માતાએ પૂછ્યું, "તારા કૃષ્ણ ક્યા છે? તે અહી છે?" અને તરતજ, તે મરી ગઈ. તેનો અર્થ છે કે કારણકે મૃત્યુના સમયે તેને કૃષ્ણનું સ્મરણ કર્યું, અને તરતજ તેનો ઉદ્ધાર થઈ ગયો. તે ભગવદ ગીતામાં કહેલું છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજતિ અંતે કલેવરમ (ભ.ગી. ૮.૬). મૃત્યુના સમયે, જો વ્યક્તિ કૃષ્ણને સ્મરણ કરશે, તો તેનું જીવન સફળ છે. તો આ માતા, તેના પુત્રના લીધે, કૃષ્ણ ભાવનાભાવિત પુત્રના લીધે, તેને મુક્તિ મળી, કૃષ્ણ ભાવનામૃતમાં વાસ્તવમાં આવ્યા વગર. તો આ લાભ છે.