GU/Prabhupada 0072 - સેવકનું કર્તવ્ય છે શરણાગત થવું



Lecture on CC Madhya-lila 20.108-109 -- New York, July 15, 1976

તો કોઈ પણ માલિક ના બની શકે. તે શક્ય નથી. તમે આ શિક્ષામાં જોશો, એકલે ઈશ્વર કૃષ્ણ આર સબ ભૃત્ય (ચૈ.ચ.૫.૧૪૨). માત્ર કૃષ્ણજ આપણા માલિક છે, અને દરેક સેવક છે. વાસ્તવમાં તે આપણી સ્થિતિ છે. પણ કૃત્રિમ રૂપે આપણે સ્વામી બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે છે અસ્તિત્વ માટેનો સંઘર્ષ. આપણે તેના માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, જે આપણે નથી. આપણને આ શબ્દની ખબર છે, "અસ્તિત્વનો સંઘર્ષ," "સૌથી યોગ્યનું અસ્તિત્વ." તો આ સંઘર્ષ છે. આપણે માલિક નથી, પણ છતાં, આપણે માલિક બનવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. માયાવાદ સિદ્ધાંતમાં, તેઓ પણ ખૂબજ કઠોર તપસ્યા કરે છે, પણ તેમનો ખ્યાલ શું છે? તેમનો ખ્યાલ છે કે "હું ભગવાન સાથે એક થઇ જઈશ." તેજ ભૂલ. તેજ ભૂલ. તે ભગવાન નથી, પણ તે ભગવાન બનવાનો પ્રયત્ન કરે છે. ભલે તેણે ખુબજ કઠોર તપસ્યા કરી છે, વૈરાગ્ય, ત્યાગ, બધું... કોઈક વાર તેઓ બધા પ્રકારના ભૌતિક સુખને છોડીને, વનમાં જઈને, કઠોર પ્રકારની તપસ્યાઓ કરે છે. તેમનો ખ્યાલ શું છે? "હવે હું ભગવાન સાથે એક થઇ જઈશ." તેજ ભૂલ.

તો માયા ખુબજ શક્તિશાળી છે, કે આ ભૂલો ત્યારે પણ થાય છે જ્યારે આપણે આધ્યાત્મિક રૂપે કહેવાતા ઉન્નત બની જઈએ છીએ. ના. તેથી ચૈતન્ય મહાપ્રભુ આ મુદ્દાને તરતજ સ્પર્શ કરે છે તેમના ઉપદેશથી. તે છે ચૈતન્ય મહાપ્રભુનું તત્ત્વજ્ઞાન. જ્યાં કૃષ્ણ તેમનો છેલ્લો શબ્દ કહે છે: સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તેઓ આપણી સ્થિતિ વિષે કહી રહ્યા છે. તેઓ કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. તેઓ કહી રહ્યા છે, આદેશપૂર્વક માંગી રહ્યા છે, "તુ ધૂર્ત, બધું છોડી દે. બસ મને શરણાગત થા. ત્યારે તું સુખી બનીશ." તે ભગવદ ગીતાનો છેલ્લો ઉપદેશ છે. ચૈતન્ય મહાપ્રભુ, તેજ કૃષ્ણ, પણ કૃષ્ણના ભક્તની જેમ વર્તી રહ્યા છે; તેથી તેઓ તેજ વાત કહે છે. કૃષ્ણે કહ્યું, "તું શરણાગત થા, અને ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે "બધા જીવો કૃષ્ણના નિત્ય દાસ છે." તેનો અર્થ છે કે તેણે શરણાગત થવું જોઈએ. સેવકનું કર્તવ્ય છે શરણાગત થવું, સ્વામી સાથે દલીલ કે દાવો કરવો નહીં કે "હું તમારી સમાન છું." આ બધા કટ્ટરવાદી અને પાગલ પ્રસ્તાવો છે.

પિશાચી પાઈલે યેન મતિ છન્ન હય
માયા ગ્રસ્ત જીવેર સે દાસ ઉપજય

એક સેવક માલિક નથી બની શકતો. તે શક્ય નથી. પણ જેવુ... જેવા આપણે જીવનની આ ખોટી ધારણા ઉપર ટકી રહીએ છીએ, કે "હું સ્વામી નથી, હું સેવક છું," અર, "હું સેવક નથી, હું સ્વામી છું," ત્યારે તે કષ્ટ ભોગશે. માયા તેને કષ્ટ આપશે. દૈવી હી એષા. જેમ કે બદમાશો, ઠગો અને ચોરો, તેઓ સરકારના આદેશનો વિરોધ કરે છે: "હું સરકારની કોઈ પરવાહ નથી કરતો." પણ તેનો અર્થ છે કે તે સ્વેચ્છાથી કષ્ટને સ્વીકારે છે. તેણે સરકારી નિયમોનું ધ્યાન રાખવું જ પડે. જો તે સાધારણ રીતે તેની પરવાહ નહીં કરે, બદમાશ, ત્યારે તેને જેલમાં નાખવામાં આવશે અને બળજબરીપૂર્વક, મારીને, દંડ આપીને, તેણે સ્વીકારવું જ પડશે: "હા, હા, હું સ્વીકાર કરું છું."

તો આ માયા છે. દૈવી હી એષા ગુણમયી મમ માયા દુરત્યયા (ભ.ગી. ૭.૧૪). આપણે માયાના શાસનને આધીન છીએ. પ્રકૃતે: ક્રીયામાણાની ગુનૈ: કર્માણી સર્વશઃ (ભ.ગી. ૩.૨૭). કેમ? કારણકે આપણે સ્વામી હોવાની ઘોષણા કરીએ છીએ. દાસ સ્વામી બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તેથી તે કષ્ટ ભોગવે છે. જેવુ આપણે સ્વીકાર કરીશું કે "હું સ્વામી નથી; હું સેવક છું," ત્યારે કોઈ કષ્ટ નથી. ખુબજ સરળ સિદ્ધાંત છે. આ મુક્તિ છે. મુક્તિ એટલે કે તમે ઉચિત સ્તર ઉપર આવો. તે મુક્તિ છે. મુક્તિની વ્યાખ્યા શ્રીમદ ભાગવતમમાં આપેલી છે, મુક્તિ હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિતિ: (શ્રી.ભા. ૨.૧૦.૬). મુક્તિ એટલે કે આ વ્યર્થ ધંધાને છોડી દેવું, અન્યથા. તે દાસ છે, પણ તે પોતાને સ્વામી જેવો વિચારે છે. તે અન્યથા છે, બિલકુલ ઊલટું. તો જ્યારે તે જીવનની વિરોધી ધારણાને ત્યાગી દેશે કે તે સ્વામી છે, ત્યારે તે મુક્ત છે; તરતજ તે મુક્ત થઈ ગયો છે. મુક્તિને એટલો સમય નથી લાગતો કે તમારે ઘણી બધી કઠોર તપસ્યાઓ કરવી પડે અને જંગલ જઈને, અને હિમાલય જઈને અને ધ્યાન કરીને અને નાકને દબાવીને અને ઘણી બધી વસ્તુઓ. તેને એટલી બધી વસ્તુઓની જરૂર નથી. માત્ર તમે આ સરળ વસ્તુને સમજો. કે "હું કૃષ્ણનો દાસ છું" - તરતજ તમે મુક્ત છો. મુક્તિની તે વ્યાખ્યા શ્રીમદ ભાગવતમમાં આપેલી છે. મુક્તીર હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્ય્વવસ્થીતી: જેમ કે જેલમાં એક ગુનેગાર, જો તે નમ્ર બનશે કે "હવેથી હું કાયદાનું પાલન કરનાર બનીશ. હું હવે સરકારી નિયમોનું ખુબજ આજ્ઞાકારી રૂપે પાલન કરીશ," તો પછી તેને કોઈક વાર આ ઘોષણા કરવાને કારણે સજા પૂરી થયા પહેલા છોડી મૂકવામાં આવે છે. તો આપણે પણ આ ભૌતિક અસ્તિત્વના કેદખાનાથી તરતજ મુક્ત બની શકશું જો આપણે ચૈતન્ય મહાપ્રભુની આ શિક્ષાને સ્વીકાર કરીશું, જીવેર સ્વરૂપ હાય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮-૧૦૯).