GU/Prabhupada 0075 - તમારે એક ગુરુ પાસે જવું જ પડે



Lecture on SB 1.8.25 -- Mayapur, October 5, 1974

જ્યારે વ્યક્તિને ઉચ્ચ સ્તરના પ્રશ્નોને જાણવા માટે જીજ્ઞાસા થાય છે, બ્રહ્મ-જીજ્ઞાસા, ત્યારે તેને ગુરુની જરૂર પડે છે. તસ્માદ ગુરુમ પ્રપદ્યેત: "હવે તમે ઉચ્ચ સ્તરના જ્ઞાનને સમજવા માટે જિજ્ઞાસુ છો, એટલે તમારે ગુરુ પાસે જવું જ જોઈએ." તસ્માદ ગુરુમ પ્રપદ્યેત. કોણ? જિજ્ઞાસુ શ્રેય: ઉત્તમમ. ઉત્તમમ. ઉત્તમમ એટલે કે જે આ અંધકારથી ઉપર છે. આ સમસ્ત દુનિયા અંધકારમાં છે. તો જે વ્યક્તિને આ અંધકારની પરે જવું છે. તમસી મા જ્યોતીર્ગમ. વૈદિક ઉપદેશ છે કે: "પોતાને અંધકારમાં ન રાખો. પ્રકાશમાં જાઓ." તે પ્રકાશ છે બ્રહ્મન, બ્રહ્મ-જીજ્ઞાસા. તો જે વ્યક્તિ જિજ્ઞાસુ છે.. ઉત્તમ.. ઉદગત તમ યસ્માત. ઉદગત-તમ. તમ એટલે કે અજ્ઞાન. તો આધ્યાત્મિક જગતમાં, કોઈ અજ્ઞાન નથી. જ્ઞાન. માયાવાદી તત્ત્વજ્ઞાનીઓ, ફક્ત કહે છે, જ્ઞાન, જ્ઞાનવાન. પણ જ્ઞાન એકજ પ્રકારનું નથી. વિવિધ પ્રકારના જ્ઞાન છે. જેમ કે વૃંદાવનમાં, જ્ઞાન છે, પણ વિવિધતા પણ છે. કોઈને દાસની જેમ કૃષ્ણને પ્રેમ કરવાની ઈચ્છા છે. કોઈને મિત્રની જેમ કૃષ્ણને પ્રેમ કરવાની ઈચ્છા છે. કોઈને કૃષ્ણના ઐશ્વર્યને માણવું છે. કોઈને માતા-પિતાની જેમ કૃષ્ણને પ્રેમ કરવો છે. કોઈને પ્રેમીના જેમ કૃષ્ણને પ્રેમ કરવો છે - કોઈ વાંધો નહીં. તો કોઈને કૃષ્ણને શત્રુની જેમ પ્રેમ કરવો છે. જેમ કે કંસ. તે પણ વૃંદાવન-લીલા છે. તે હમેશા કૃષ્ણ વિષે વિચારે છે, પણ બીજી રીતે, કેવી રીતે કૃષ્ણને મારવા. પૂતના, તે પણ બાહ્ય રૂપથી કૃષ્ણના પ્રેમીની જેમ આવી હતી, તેના સ્તનનો આનંદ આપવા; પણ તેની આંતરિક ઈચ્છા હતી કેવી રીતે કૃષ્ણને મારવા. પણ તેને પણ પરોક્ષ પ્રેમ ગણવામાં આવે છે, પરોક્ષ પ્રેમ. અન્વયાત.

તો કૃષ્ણ જગદ-ગુરુ છે. તે આદિ-ગુરુ છે. તે ગુરુ સ્વયમ ભગવદગીતામાં ઉપદેશ આપે છે, અને આપણે ધૂર્તો, આ શિક્ષાને લેતા નથી. જરા જુઓ. તેથી આપણે મૂઢ છીએ. જે પણ જગદ-ગુરુ દ્વારા આપવામાં આવેલી શિક્ષા લેવા માટે અયોગ્ય છે, તે મૂઢ છે. તેથી આપણી પરીક્ષા-પત્રી છે :જો વ્યક્તિ કૃષ્ણને નથી જાણતો, જો વ્યક્તિને ખબર નથી કે કેવી રીતે ભગવદ ગીતાનું પાલન કરવું, તરતજ આપણે તેને એક ધૂર્ત ગણીએ છીએ. કોઈ વાંધો નહીં, તે પ્રધાન મંત્રી હોઈ શકે છે, કે હાઈ કોર્ટનો ન્યાયાધીશ, કે... ના. "ના, તે પ્રધાન મંત્રી છે. તે હાઈ કોર્ટનો ન્યાયાધીશ છે. છતાં મૂઢા?" હા. "કેવી રીતે?" માયયાપહ્રત-જ્ઞાના: (ભ.ગી. ૭.૧૫). "તેને કૃષ્ણનું કોઈ જ્ઞાન નથી. તેનું જ્ઞાન માયાથી આવરિત થયેલું છે." માયયાપહ્ર્ત-જ્ઞાના આસુરીમ ભાવમ આશ્રીતઃ.તેથી તે મૂઢ છે. તો સીધો પ્રચાર કરો. બેશક, તમે આ બધું નમ્ર રીતે કહી શકો છો, કોઈ આંદોલન કર્યા વગર, પણ જે પણ કૃષ્ણને જગદ-ગુરુની જેમ નથી સ્વીકારતો, અને તેમની શિક્ષાઓને નથી માનતો, તે એક ધૂર્ત છે. જેમ કે જગન્નાથ-પૂરીમાં આ મૂઢ. તે કહે છે કે "તુ બીજો જન્મ લે. ત્યારે તુ.." તે મૂઢને, ધૂર્ત માનજો. કેમ? તે જગદ-ગુરુ છે; તે પણ કહે છે, "હું જગદ-ગુરુ છું." પણ તે જગદ-ગુરુ નથી. તેણે જોયું પણ નથી કે જગત શું છે. તે એક દેડકો છે. અને તે પોતાને જગદ-ગુરુ માને છે. તેથી તે મૂઢ છે. કૃષ્ણ કહે છે. તે મૂઢ છે કારણ કે તેણે કૃષ્ણ દ્વારા આપેલા શિક્ષાઓને ગ્રહણ નથી કરી.